________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૩૯૯
સમ્યક્ત્વ તે સાતમા ગુઠાણાની જે અપ્રમત્ત દશા છે,. તેમાં મનાય છે. એ તે કહે છે કે—સમ્યગ્દષ્ટિ અને અવિરત શાના ? પ્રમાદી શાના ? જે સર્વવિરત અને અપ્રમત્ત હોય, તે જ સમ્યગ્દષ્ટિ. નિશ્ચય નય ગુણસ્થાનકાના ક્રમને સ્વીકારે નહિ. એને બધે બધી પૂર્ણતા જોઇએ. શ્રી તીર્થંકર ભગવાનને શ્રી તીર્થંકર ભગવાન ત્યારે જ કહેવાય, કે જ્યારે એ ભગવાન સમવસરણમાં વિરાજીને દેશના દઈ રહ્યા હોય. ખાકીના સમયમાં, નિશ્ચય નયની અપેક્ષાએ, એ શ્રી તીર્થંકર ભગવાન નહિ. એટલે જેને આપણે આન્તરિક શુદ્ધ લક્ષ્ય કહીએ, તેને જ નિશ્ચય નય પ્રધાનતા આપે છે. વ્યવહાર નય તે, સ્થૂલ ષ્ટિએ જોનાર છે. એ તે બાહ્ય ક્રિયાને પ્રધાનપદ આપીને ચાલનારા છે.
એ નયથી શું સિદ્ધ થાય છે ?
એના
આ બે નયા, શ્રી જૈન શાસન કેવું સમુન્નત છે, દર્શકે છે. શ્રી જૈન શાસન જેમ આન્તરિક શુદ્ધિમાં માનનાર છે, તેમ બાહ્ય શુદ્ધિમાં પણ માનનાર છે—એ, આ છે નયાથી પૂરવાર થાય છે. બાહ્ય શુદ્ધિને સ્વીકાર, કેવળ આન્તરિક શુદ્ધિની અપેક્ષાએ જ છે—એવું શ્રી જૈન શાસનનું જે મન્તવ્ય છે, તે પણ આનાથી બહાર આવે છે. સારાપણાના એક અંશના પણ અસ્વીકાર કરનારૂં આ શાસન નથી—એમ વ્યવહાર નયથી સિદ્ધ થાય છે અને સારાપણું એ સાચું સારાપણું ત્યારે જ ડરે છે, કે જ્યારે તે આત્માને નિર્મલ મનાવે છેએમ નિશ્ચય નયથી સિદ્ધ થાય છે. વિચાર કરી કે–આ. અન્ને ય દૃષ્ટિને સ્વીકાર્યા વિના ચાલે એવું છે? અન્તઃ