________________
૩૦૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના જાણે, તે દ્વાદશાંગીના સારને પામેલો કહેવાય. આ નાને દત્તકુશલની ઉપમા શા માટે?
હવે આ વિશેષણને અંગે આપણે એટલી વાત વિચારી લઈએ કે–દન્તકુશલ તરીકે આ બે નયને કેમ ગણાવ્યા ? જયકુંજર યુદ્ધમાં દન્તકુશલથી કામ લે છે. દન્તકુશલથી તે શત્રુના હક્કા-છક્કા છોડાવે છે, શત્રુસૈન્યની ઘટાને ભેદે છે તથા પોતાના સ્વામીને જયશ્રી વરમાળા ધારણ કરાવે છે. દન્તકુશલ હાથીને શેભાવે પણ છે અને હાથીના પરાક્રમને પડો પણ દન્તકુશલ દ્વારા થાય છે. તેમ આ બે નો એવા છે કે–આ બને નયને સાથે રાખીને વાત કરનાર શ્રી જૈન શાસન, એકાન્તવાદી સર્વ દર્શનેને પરાસ્ત કરી દે છે. આત્માને એકાતે નિત્ય માનનારાઓ પર્યાયાસ્તિક નયની વાચા સામે ટકી શકતા નથી અને આત્માને એકાન્ત અનિત્ય માનનારાઓ દ્રવ્યાસ્તિક નયની વાચા સામે ટકી શકતા નથી. આત્માને એકાન્ત મુક્ત માનનારાઓ અથવા તે આત્માને એકાતે બદ્ધ માનનારાઓ પણ, આ બે નાની વાચા સામે ટકી શક્તા. આત્મા નિત્ય પણ છે અને પરિણામિક સ્વભાવવાળો પણ છે. આ રીતિએ જ સમગ્ર જગતની સઘળી ય ઘટનાઓને ન્યાય આપી શકાય છે. આ બે નો સાથે રહીને, શ્રી જૈન શાસનની માન્યતાને યવન્તી બનાવે છે. આ વસ્તુને લક્ષ્યમાં રાખીને વિચારતાં, ટીકાકાર મહષિએ આ દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નય–આ બે નયને દન્તમુશલની જે ઉપમા આપી છે, તે સુયોગ્ય જ કરે છે.