________________
૧૬-નિશ્ચય-વ્યવહાર :
બે ગડ્ડસ્થલેઃ
આગળના વિશેષણમાં પણ નયની જ વાત આવે છે સમુન્નત જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ઘટના કરતાં, ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, ચૌદમાં વિશેષણ તરીકે ફરમાવે છે કે
__ "निश्चयव्यवहारनयसमुन्नतकुम्भद्वयस्य"
એટલે કે-જયકુંજરને જેમ સમુન્નત એવાં બે ગણ્ડસ્થલે હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ નિશ્ચય નય અને વ્યવહાર નય–આ બે ન રૂપ બે ગણ્ડસ્થલથી યુક્ત છે. નિશ્ચય નય ને વ્યવહાર નયઃ
નિશ્ચય નય અને વ્યવહાર નય, એ બે નાના પણ વિશેષ વર્ણનમાં તમારી પાસે નહિ ઉતરતાં, તમને સામાન્ય પ્રકારે ખ્યાલ આવે એવું કહેવું પડશે. સુનિશ્ચિત અથવા તે પરિપૂર્ણ કાર્યદશાને માન્ય કરનારે નિશ્ચય નય છે, જયારે વ્યવહાર નય તે કારણને પ્રધાનતા આપીને ચાલનાર છે. એક દાખલે લે. સામાન્યપણે તમે જાણો છો કે–ચોથું ગુણસ્થાનક અવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છે, પાંચમું ગુણસ્થાનક દેશવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છે અને છ ગુણસ્થાનક સર્વવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છેઆમ છતાં પણ, નિશ્ચય નયનું