________________
૩૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને મિથ્યાવા જ છે-એમ તો નહિ જ કહી શકાય. બે નયામાં દ્વાદશાંગીને સારઃ
પુણ્ય–પાપવશાત્ પર્યાયમાં પરિવર્તન થયા કરે છે. આ જમાનામાં ઉપાશ્રયના બારણા પાસે શેઠીયાઓની જેટલી મેટરે નહિ દેખાય, તેટલી સિનેમાગૃહે કે વારાંગનાગૃહ પાસે દેખાશે. મોટરમાં જુદે જુદે સ્થલે દેખાય, ત્યારે તેમને માટે તે તે સ્થાનાનુસાર શબ્દ બોલાય; રખડેલ કહે, લંપટ કહે, તો ય શેઠ તો એને એ જ ને? દ્રવ્ય અને પર્યાયને ફરક સમજી લ્યો. દ્રવ્ય તરીકે કાયમીપણું, એ વાતને નિર્દેશ દ્રવ્યાસ્તિક નય કરે છે અને એ દ્રવ્યનાં જે જે અવસ્થાન્તરે થયા કરે છે, તેને નિર્દેશ પર્યાયાસ્તિક નય કરે છે. આજના મેટરમાં બેસનારાઓ આખલાઓ, ગર્દભે વિગેરે પણ થાય, તેમ જ સુકૃતના ગે કઈ જન્મમાં ધર્મમૂર્તિ બનીને સ્વર્ગ પણ જાય અને કદાચ મેક્ષે પણ જાય. આત્મા એને એ, છતાં ય ભિન્ન ભિન્ન ગતિ આદિમાં પર્યાય પલટાય. જેવું આત્મામાં, તેવું પુગલમાં. જગતમાં જેમ કદી પણ એકેય જીવ ન પેદા થતું નથી, તેમ કઈ એકેય જીવ કદી પણ સર્વથા વિનાશને પામતે નથી. એમ, જડ પરમાણુઓમાં પણ કદી નથી તે ઉમેરે થતો કે નથી તે ઘટાડે થતો. જે હેય તે રહે છે. એ નાશ પામતું નથી, તેમ નવું ઉત્પન્ન થતું નથી. ઉત્પાદ અને વ્યયને સિદ્ધાન્ત પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ છે અને ધ્રુવને સિદ્ધાન્ત દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ છે. ભગવાને ત્રિપદીમાં આ ત્રણ જ વાત કહી. એમાં આખી દ્વાદશાંગી આવી ગઈ. એટલે આ બે નયને જે બરાબર