________________
૩૯૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના થઈ દ્રવ્યાસ્તિક નયની વાત. આત્માના અમરપણાને સ્વીકારવા છતાં પણ, જન્મ-મરણાદિ થાય છે, ચતુર્ગતિમાં પરિભ્રમણ થાય છે, એ બધાને કાંઈ ઈન્કાર થઈ શકે તેમ છે? કહે કેનહિ જ. એ બધું પર્યાયાસ્તિક નયને માનવાથી ઘટી શકે છે. દેવગતિમાં પણ એ જ આત્મા અને નરકાદિ ગતિમાં પણ એ જ આત્મા, છતાં એ દેવ, નારક આદિ પણ કહેવાય આમ બેય નયને મેળ સધાય.જેઓ આત્મસ્વરૂપથી વિમુખ બનીને પુગલમાં રાચે-માગે છે, તેઓ ભવમાં નાચે છે, ભમે છે, પરિભ્રમણ કર્યા કરે છે. કિયાની કઠિનતાથી ડરીને સલ્કિયાથી દૂર રહેનારા તથા દુનિયાની શક્ય એટલી તમામ ક્રિયાને કર્યો જનારા આત્માઓને ભવમાં ભમવું પડે છે. એમાં, એ કઈ કઈ વાર સારાં કર્મોને કરીને પુણેય ઉપાર્જ છે અને કુકર્મોથી પાપનું ઉપાર્જન તે ઘણે ભાગે ચાલુ હોય છે. આમ, સંસારમાં પરિભ્રમણ કરતો જીવ, પોતપોતાના કર્મોદયને અનુસરીને વિવિધ રૂપોને ધારણ કરનારે બને છે. દેવ પણ એ જ બને છે, મનુષ્ય પણ એ જ બને છે, તિર્યંચ પણ એ જ બને છે અને નારકી પણ એ જ બને છે. જીવ એને એ-એ દષ્ટિ છે દ્રવ્યાસ્તિક નયની, જ્યારે “આ દેવ, આ મનુષ્ય, આ તિર્યંચ અગર આ નારક”—એમ જે કહેવાય, તે પર્યાયાસ્તિક નયની દૃષ્ટિથી કહેવાય. એટલે બને ય ન જરૂરી છે. આ બે નયામાં કર્યો નય અસત્યવાદી છે? નિજ નિજ અપેક્ષાએ તો બે ય સત્યવાદી છે ને? પણ એ બન્ને ય સત્યવાદી ક્યાં સુધી? એક-બીજાને સર્વથા નિષેધ કરે નહિ ત્યાં સુધી! પોતે પિતાની વાત પ્રતિપાદક સેલિએ કહે, તેમાં અસત્યવાદી નહિ જ ! એટલે જેટલાં નયવાક્યો, એ બધાં