________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૯૩
ચાલી રહ્યો છે. તમને જે આ માર્ગનું બરાબર ભાન થઈ જાય, તો તમે સમજપૂર્વક એમ કહી શકે કે–એક માત્ર શ્રી જૈન દર્શન સિવાય સર્વ દર્શને મિથ્યા જ છે. આ વાતને તમે સમજી પણ શકે અને સમજાવી પણ શકે. એથી તમે તમારા પરમ ઉપકારને સાધવાની સાથે, અનેકના પણ પરમ ઉપકારને સાધનારા બની શકે. શ્રાવકની ફરજ :
પૂર્વકાળમાં એવા પણ સુશ્રાવકે હતા, કે જે જાતે અને ધંધે કુંભાર હતા. કુંભાર હોવા છતાં પણ, એમનામાં કુભારપણું નહેતું રહ્યું અને એમણે સુભારપણું મેળવ્યું હતું. મિથ્યાત્વના અને અજ્ઞાનના બેજાને ફેંકી દઈને, એમણે સમ્યજ્ઞાનને બે સ્વીકાર્યો હતે. સમ્યજ્ઞાન એમને બેજલ નહેતું લાગતું, પણ તારક લાગતું હતું. એ સુભારવાળા બનીને, કર્મના ભારને ફેંકી દેવા માગતા હતા. કુંભાર હોવા છતાં પણ, એ શ્રી જૈન શાસ્ત્રના તત્વજ્ઞાનમાં જીવનને તરબળ કરનારા, કહે કે–એ જ્ઞાન સરોવરમાં ઝીલનારા હતા; અને એથી જ તેઓ જમાલિની ઉસૂત્રપ્રરૂપણને સમજી, એના ખોટાપણાને પિછાનીને, એના સંગને પણ છોડી શક્યા હતા; તેમ જ જમાલિથી ભરમાઈ જઈને, ભગવાને કહેલા સૂત્ર “માને ”ને નહિ માનનારી પ્રિયદર્શના સાધ્વી, કે જે સંસારિપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પુત્રી હતી તથા જમાલિની ધર્મપત્ની હતી, તેને યુક્તિથી સમજાવીને પુનઃ માર્ગસ્થ બનાવી શક્યા હતા. શ્રાવકેની ફરજ શી છે? સમજે, નેંધી લ્ય કે-શ્રાવકે એટલે શ્રમણોપાસકેની ફરજ મોક્ષમાર્ગથી બહાર