________________
૩૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પરમ ભાગ્યશાલિતા છે, તેને સાચે ખ્યાલ જ આવતો. નથી. એને લઈને તમે ઘણી વાર શંકામાં પડી જાય છે અને કેટલાકને તે “મિથ્યાત્વ” અને “મિચ્છા દર્શને” એવી વાત પણ અશાંતિ ઉપજાવે છે. તમને રસ નથી તેનું કારણ શું?
તમને દરકાર શાની છે? તાલાવેલી શાની છે? તમન્ના શાની છે? મોટે ભાગે કલદાર કમાવાની! અર્થ અને કામ સિવાય તમને કઈ વસ્તુને રસ છે ખરો ? ધર્મને રસ પણ જે માત્ર અર્થ-કામ પૂરતું જ હોય, તે એને ધર્મરસ કહેવાને બદલે અર્થ-કામને રસ કહે એ જ સમુચિત છે. ધર્મને સાચે રસ તે, મોક્ષના રસને યોગે જોઈએ. અર્થ-કામને રસ ન હોય, તો ધર્મને રસ ફાયદો કરે અને મેક્ષના રસથી જ ધર્મને રસ હોય, તો તે મહા ફાયદે કરે. મેક્ષના રસથી ધર્મને રસ હોય, તે આ જ્ઞાનની આવી બેદરકારી ન હોય. આજે દુનિયાની ઉપર ઉપરની સામાન્ય પણ વાતેમાં તમને કેટલે બધે રસ છે? જ્યારે દ્રવ્યાનુગ કે જે ખરેખરે કસદાર છે, તેને તમને કેટલાક રસ છે અથવા તે રસ છે કે નહિ એને તમે તમારે માટે, તમારા હિતને માટે વિચાર કરે. જ્યારે તમે દ્રવ્યાનુયેગમાં રસ લેતા થશે, ત્યારે તમે તત્ત્વજ્ઞાનથી ભરપૂર એવા આવા સૂત્રગ્રન્થના શ્રવણમાં રસીયા બનશે. આવું નક્કર જ્ઞાન નથી, આ જ્ઞાનની નક્કરતાનું ભાન નથી, માટે તમને રસ નથી અને એટલે સાચી વસ્તુ, યદ્યપિ તમે શ્રવણ કરવાને આવે છે, છતાં ય તમને સમજવામાં મુશકેલી નડે છે. તમને હજુ તે માર્ગે લાવવાનો પ્રયાસ