________________
૩૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
ગુણ સહભાવી અને પર્યાય ક્રમભાવીઃ
જગતમાં જેટલા પદાર્થો છે, તેમાં દ્રવ્યત્વ અને પર્યાયત્વ સિવાય કાંઈ છે જ નહિ. કઈ પણ પદાર્થને લગતી કેઈપણ વાતને તમે વિચાર કરે, તે તમને લાગશે કેજે પદાર્થની આ વાત છે, તે પદાર્થના દ્રવ્યત્વની વાત છે અગર તો તેના પર્યાયત્વની વાત છે. કેઈ પણ પદાર્થના દ્રવ્યત્વની અથવા તો તેના પર્યાયત્વની વાત ન હાય, એવી કોઈ વાત જ આ દુનિયામાં સંભવતી નથી. જે દ્રવ્યત્વનું અસ્તિત્વ જ ન હેય, તે પર્યાયત્વ સંભવે જ નહિ, કેમ કે-દ્રવ્ય હોય તો જ દ્રવ્યના પર્યાયે હોય. હવે જે પર્યાની ભિન્નતાનું અસ્તિત્વ ન હોય, તે આ સંસાર જ સંભવી શકે નહિ. દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાને કારણે જ સંસાર છે. દ્રવ્ય તે કહેવાય, કે જે ગુણ અથવા પર્યાયવાળું હોય. ગુણ તથા પર્યાય વસ્તુતઃ તો એક જ છે, પણ ફરક એટલો છે કે-જે સહભાવી હોય છે તેને ગુણ કહેવાય છે અને જે કમભાવી હોય છે તેને પર્યાય કહેવાય છે. દાખલા તરીકે સેનું. સેનાની જે ચમક, તેને સેનાના ગુણ કહેવાય. એ સેનાના જે ભિન્ન ભિન્ન ઘાટ બને, તે બધા એના પર્યાયે કહેવાય. સોનાને ઘાટ ગમે તે બનાવે, એટલે પર્યાય બદલાય પણ ગુણ કાયમને કાયમ રહે. માટે ગુણ સહભાવી કહેવાય અને પર્યાય કમભાવી કહેવાય. આજે સેનાને આ ઘાટ ને કાલે બીજે ઘાટ, એટલે પર્યાયે તે કમભાવી જ થયા ને ? પર્યાયને અવસ્થા વિશેષ પણ કહેવાય છે. પ્રત્યેની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, એ સર્વને દ્રવ્યના પર્યાયે કહેવાય.