________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૮૯ બાકીના નને નિષેધ કર્યો છે, પણ એમ જ સમજવાનું છે કે-તે તે ન જે જે રીતિએ શક્ય હોય તે તે રીતિએ એક-બીજામાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સાત નોમાં પણ તમામ નેને સમાવેશ થઈ જાય છે. કેટલાક નો કેવળ સામાન્યગ્રાહી છે, કેટલાક નયે વિશેષગ્રાહી છે, જ્યારે કેટલાક નો સામાન્ય અને વિશેષ–એ ઉભયને ગ્રહણ કરનાર છે. કેટલાક ના ચારેય નિક્ષેપાઓને ગ્રહણ કરનારા છે, જ્યારે શબ્દાદિ ન ભાવ માત્રને ગ્રહણ કરનારા છે. એ શબ્દાદિ ન નામાદિ ત્રણ નિક્ષેપાઓને ગ્રહણ કરનારા નહિ હોવાના કારણે, ચારેય નિક્ષેપાઓને ગ્રહણ કરનારા નામાં તેમને સમાવેશ નહિ કરતાં, સર્વ નોન સમાવેશવાળા જે સાત ન છે, તેને બે વિભાગોમાં પણ સમાવેશ કરવામાં આવ્યું છે. પ્રથમના ચાર ને અને મતાન્તરે ત્રણ નાને જે વિભાગ છે, તે ન વિભાગ દ્રવ્યને ગ્રહણ કરનાર છે; જ્યારે પાછળના ત્રણ નાને અને મતાન્તરે ચાર નાનો જે વિભાગ છે, તે ન વિભાગ પર્યાયને ગ્રહણ કરનાર છે. જે ન પ્રધાનતયા દ્રવ્યને ગ્રહણ કરનારા છે, તે નાને દ્રવ્યાસ્તિક નો કહેવાય છે. દ્રવ્ય છે, દ્રવ્ય છે”—આમ બેલનારા, દ્રવ્યપ્રતિપાદક નો, દ્રવ્યને ગુંજારવ કરનારા નો દ્રવ્યાસ્તિક ન ગણાય, એ સ્પષ્ટ છે. હવે જે નય પ્રધાનતયા પર્યાયને ગ્રહણ કરનારા છે, પર્યાયપ્રતિપાદક નો છે, તે મને પર્યાયાસ્તિક ન કહેવાય છે. સામાન્યને ગ્રહણ કરનાર દ્રવ્યાસ્તિક નયે છે, જ્યારે પર્યાયને ગ્રહણ કરનાર પર્યાયાસ્તિક નો છે. એક નવિભાગ દ્રવ્યત્વને અનુલક્ષીને વાત કરે છે, જ્યારે બીજે નવિભાગ પર્યાયત્વને અનુલક્ષીને વાત કરે છે.
૨૫.