________________
૩૯૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જતાને, ઉન્માર્ગે વળી જતાને, યુક્તિથી માર્ગમાં લાવવાની, માર્ગમાં ટકાવવાની છે; નહિ કે–તેની સાથે ચેડાં કાઢવાની, તેના ઉપર આક્ષેપ મૂકવાની, તેની વિરૂદ્ધ છાપાંના કાગળને કાળા કરીને પ્રચાર કરવાની કે તેની નિન્દાદિ કરવાની છે ! દૂષણ જેવાની શ્રાવકની ફરજ નથી. દૂષણને જેનાર શ્રાવકને તે શેક્યની ઉપમા અપાઈ છે અને શાસ્ત્રકાર મહાત્માઓએ ત્યાં સુધી કહ્યું છે કે–આવા શેક્યની ગરજ સારે એવા શ્રાવકેમાં નિશ્ચયથી સમ્યક્ત્વ નથી. આવાં શાસ્ત્રોનું સદ્ભાવે શ્રવણ કરવામાં આવે, કહેવાતી વાતને હૃદયમાં ઉતારવામાં આવે, તે સાચા શ્રાવક એટલે કેભાવ શ્રાવક બનાય છે; તેમ જ આવા શ્રવણથી, કેઈ પણ વાતને અપેક્ષાપૂર્વક સમજવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આમાંથી તે સાધુપણું, યાવત્ સિદ્ધપણું પણ આવે. તાત્પર્ય કે-આ કસદાર જ્ઞાનામૃતપાનને રસ કેળવે અને જીવનને સાર્થક બનાવ વાનું સામર્થ્ય મેળ! નયવાક્યો મિથ્યાવાક્યો જ છે-એમ ન કહેવાય?
આપણી ચાલુ વાત તો એ હતી કે–ભગવાને દરેકે દરેક પદાર્થને, પદાર્થ માત્રને દ્રવ્યાસ્તિક નથી તેમ જ પર્યાયાસ્તિક નયથી જાણવા તથા માનવાનું કહેલું છે. આ વાતને આત્મા દ્રવ્યની અપેક્ષાએ તમે વિચારે, એટલે સહેલાઈથી તમે આ વાતને સમજી શકશે. કેઈ પણ આત્મા અમર છે, એ તે તમે જાણે છે ને ? પ્રાણને વિયોગ થાય છે, મરણ થયું એમ કહેવાય છે, છતાં આત્મા તો મરતો જ નથી. ગમે તેમ થયા કરે, તે છતાં પણ આત્મદ્રવ્ય કાયમનું કાયમ જ રહે છે. આ