________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૯૧
અજ્ઞાનને રસ ઉપજે ક્યાંથી?
આ તે બહુ જ સામાન્ય કેટિની વાત છે. નાની વાત આવી, એટલે આટલું તમને કાંઈક ખ્યાલ આવે એ પૂરતું કહેવાય છે. બાકી તો, નાની ચર્ચા એ બહુ મેટી ચર્ચા છે. નાની ચર્ચા ચાલે અને એમાં આત્મા તન્મય બની જાય, તે એ વખતે એ કામ કાઢી જાય. નાની ચર્ચા એટલે તત્વસ્વરૂપની ભિન્ન ભિન્ન અપેક્ષાઓની વિચારણ. અહીં તમને જો નાની વિસ્તૃત વ્યાખ્યામાં ઉતારવામાં આવે, તે તમારે રસ વધી જવાને બદલે ભાગી જવા પામે એ શક્ય છે. ઘણું રસદાયક વાત પણ, સુજ્ઞ જનેને જ રસ ઉપજાવી શકે છે. અજ્ઞાન જનેને માટે રસદાયક વાત પણ રસદાયક બની શકતી નથી. પૌષ્ટિક ખોરાક પણ જે એને પચાવી શકે તેને માટે પુષ્ટિ કરનારે બને. બીજાને તે ઝાડા જ થઈ જાય. એમ, તમે જે ભણેલા , તે તો તમારી પાસે જ્યારે નના ભિન્ન ભિન્ન સ્વરૂપની અને પરસ્પરના સમન્વયની વાત કરવામાં આવે, ત્યારે તમારે સાંભળવાનું અને જાણ વાને રસ એકદમ વધી જવા પામે. તમને એમ થઈ જાય કે-“આવું સાંભળવા જેવું, જાણવા જેવું, વિચારવા જેવું, આ જગતમાં બીજું છે જ શું?” આ બધી દ્રવ્યાનુયોગની વાત કહેવાય. તમને આ વાતમાં રસ ઉપજે, એવું તમે ભણેલા છે? તમારે ન જ કહેવી પડે તેમ છે ને? મેટે ભાગે તમને આ વિષયનું જ્ઞાન નથી તેમ જ આવા જ્ઞાનની તમને વિશેષ દરકાર હોય એવું પણ જણાતું નથી. એને લઈને થાય છે શું? તમને શ્રી જૈન શાસનને પામ્યાની જે