________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
જ્ઞાનચણ ઉભયમાં રહેવું:
કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ જ્ઞાન માત્રથી થતી નથી. વસ્તુનું જ્ઞાન જોઇએ, વસ્તુને મેળવવાના ઉપાયનું જ્ઞાન જોઈએ, પરન્તુ તેને મેળવવાના પ્રયત્ન રૂપ ચરણ પણ જોઇએ જ. રસેાઈના જ્ઞાન માત્રથી કાંઈ રસાઈ તૈયાર થતી નથી; ખાવાના જ્ઞાન માત્રથી કાંઈ ભૂખ શમતી નથી; ચાલવાના અથવા માર્ગના જ્ઞાન માત્રથી કાંઈ ઈષ્ટ સ્થલે પહાંચાતું નથી; અને વેપારના જ્ઞાન માત્રથી કાંઈ કમાણી થતી નથી. તે તે જ્ઞાનની સફલતા, તે તે જ્ઞાનને અનુસારે કરાતી ક્રિયાથી જ થાય છે. એમ મેાક્ષ રૂપ સ્થાને પહોંચવાને માટે માત્ર જ્ઞાનથી નહિ ચાલે, પણ ક્રિયા ય જોઈશે જ, ક્રિયાવિહીન જ્ઞાનની સાચી કિંમત ઉપજી શકતી જ નથી. કેવલજ્ઞાન થયા પછીથી પણ જ્યારે સર્વસંવર નામની ક્રિયા આવે છે, ત્યારે જ મેાક્ષ થાય છે. કેવલજ્ઞાન થયા પછીથી પણ કદાચ ન્યૂન-પૂર્વકેટ વર્ષો સુધી ય જીવને સંસારમાં રહેવું પડે એમ પણ બને છે; જ્યારે સર્વેસંવર નામનું ચરણુ આવે, એટલે તા નિયમા પાંચ હસ્વાક્ષરના ઉચ્ચારણમાં જેટલેા કાલ લાગે તેટલા કાલે મુક્તિ થઈ જ જાય છે. કેવલજ્ઞાન પ્રગટ્યા વિના સર્વર્સવર રૂપ ચારિત્ર નથી આવી શકતું, પણ યથાખ્યાત ચારિત્ર આવ્યા વિના કેવલજ્ઞાન પણ પ્રગટી શકતું નથી. જો કે–એ વાત પણ યાદ રહેવી જોઈએ કે–સર્વર્સવર ચરણનું કારણ કેવલજ્ઞાન આવ્યેથી જ પ્રાપ્ત થઈ શકે છે. આ બધી વાતેા એટલા માટે છે કેજ્ઞાનની અને ચરણની આવશ્યકતા અને મહત્તા સમજાય. જીવે જો પેાતાનું સાચું કલ્યાણ સાધવું હોય, તેા જ્ઞાન અને
૨૪
૩૭૩