________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૩Íક
વાચું છે, પણ ક્રિયા શાનામ્યાં મોક્ષઃ ।'-એમ નથી કહેવાયું. આ સંસારમાં સુખને મેળવવાના, ભાગવવાના અને સાચવવાના આશયથી ક્રિયા કાણુ નથી કરતું ? આમ છતાં પણ, પરિણામ શું આવે છે? સુખના આશયથી કરેલી ક્રિયાથી જ દુઃખની પ્રાપ્તિ થાય છે. કેમ ? અજ્ઞાન. સુખ કયાં અને શાથી, તેનું જ્ઞાન નહિ માટે ! મૂર્ખ માણસ જ ક્રિયાના વિરાધ કરે. ક્રિયા કરનારા અને ક્રિયાથી જ જીવનારા જો ડાહ્યો હાય, તા ક્રિયાના વિરોધ કરે ખરા ? હા, ડાહ્યો માણસ ખાટી ક્રિયાના વિશેષ જરૂર કરે. જે ક્રિયા પાપવાળી હોય, પાપજનક હોય અને એથી દુઃખને દેનારી હોય, તે ક્રિયાને વિરોધ કરે અને કહે કે સુખને માટે તે અમુક અમુક ક્રિયા અમુક અમુક વિધિથી કરવી જોઈ એ ' એટલે એ વિરાધ ક્રિયાના નથી, પણ જ્ઞાનના અભાવના છે, અજ્ઞાનના છે. જ્ઞાનીઓ કહે છે કે તમે સુખને માટે ક્રિયા તા કરો જ છે, પણ સમજીને કરવા ચાગ્ય ક્રિયા કરો. ‘ જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ ’–એ પ્રમાણેના મેાક્ષના ઉપાયનું નિરૂપણ કરતાં, જ્ઞાનને પહેલું મૂકયું; કારણ કે–સભ્યજ્ઞાન વિના સમ્યક્ ક્રિયા આવતી નથી અને કેવલજ્ઞાન થયા વિના સર્વસંવરની ક્રિયા આવતી નથી; પણ ક્રિયાને જ્ઞાનની પછીથી મૂકીને ય જ્ઞાનીઓએ એક મહત્ત્વનું સૂચન એ કરી દીધું કે જેને જ્ઞાન મળે, તેણે ક્રિયાશીલ બનવાનું લક્ષ્ય રાખવું. જે જ્ઞાની ક્રિયાશીલ બનશે તે તરશે. જ્ઞાનનું ફળ જેણે મેળવવું હશે, તેણે ક્રિયાશીલ બનવું જ પડશે. કોઇ પણ જ્ઞાની કાઈ પણ પ્રકારની સત્ક્રિયા વિના કેવલજ્ઞાનને કે મુક્તિને પામ્યા જ નથી. એટલે જ્ઞાન પછી ક્રિયાને મૂકીને ક્રિયાની મહત્તાને વધારી દીધી છે, કારણ કે—