________________
૩૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને મેક્ષ રૂપ ફલ જ્ઞાન સાથે કિયા ભળવાથી જ મળશે, એવું એમાં સૂચન રહેલું છે. સંસારમાં જે ક્રિયાશીલ તો છે જ, પણ તેઓ જ્ઞાનના યોગે જ સન્ક્રિયાશીલ બની શકે છે, માટે જ્ઞાનને પહેલું મૂક્યું. સન્ક્રિયાશીલ એટલે માત્ર બાહ્ય કિયાવાળે એવું સમજવું નહિ; પણ સમ્યજ્ઞાન પૂર્વકની સકિયાવાળો, એ જ સાચી રીતિએ સન્ક્રિયાશીલ છે. જ્ઞાન અને ક્રિયાની અપેક્ષા :
કઈ કહે છે કે-“જે કઈ જીવ કિયા કરે છે, તે સમજપૂર્વક ક્રિયા કરે છે, માટે જ્ઞાન અને ક્રિયા–બે ય આવી ગયાં, તો બધાની મુક્તિ કેમ થતી નથી?” આવું કહેનાર એ વાત ભૂલી જાય છે કે–સંમૂછિમ ક્રિયા કરનારા, ગતાનુગતિકપણે ક્રિયા કરનારા પણ હોય છે. સમજ કશી જ ન હેય અને ગાંડા કે ઉન્મત્તની જેમ કિયા કરનારા પણ હોય. એ સિવાયના સમજપૂર્વક કિયા કરે છે–એ વાત બરાબર છે, પણ હોવાની સમજેય ઉંધી છે અને એથી ક્રિયા પણ ઊલટી છે. “જ્ઞાન અને કિયાથી મેક્ષ”—એ વાક્યમાં જ્ઞાન કેને કહ્યું છે અને ક્રિયા કેને કહી છે, તે સમજવું જોઈએ. જ્ઞાનમાં મિથ્યાજ્ઞાન નથી લેવાનું પણ સમ્યજ્ઞાન લેવાનું છે અને કિયામાં એ સમ્યજ્ઞાનના ગે થતી સલ્કિયા લેવાની છે. ઉંધી સમજ અને એથી ઊલટી કિયા તે ચાલુ જ છે; પણ સકિયાને ય ઉંધી સમજથી કરનારા હોય છે, માટે તે એકના એક અનુષ્ઠાનના પણ વિષ, ગર, અનુષ્ઠાન, તહેતુ અને અમૃત–એમ પાંચ ભેદ જ્ઞાનીઓએ બતાવ્યા છે. તરવાર્થકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ કહ્યું છે કે