________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૮૫,
" द्रव्यास्तिकपर्यायास्तिकनयद्वितयदन्तमुशलस्य । "
એટલે કે-જયકુંજર જેમ બે દન્તકુશલોવાળે છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ એક દ્રવ્યાસ્તિક નય અને બીજે, પર્યાયાસ્તિક નય-એ બે ન રૂપ બે દન્તકુશલોએ સહિત છે. ભગવાને દરેક પદાર્થોને બે નયથી કહ્યા છે, પ્રરૂપ્યા છે.. આ શ્રી ભગવતીજી સૂત્રમાં ઠેકઠેકાણે “દિલ” અને “નવો ' એવાં પદેને પ્રયોગ કરાએલો જણાઈ આવે છે. દ્રવ્યાસ્તિક નય વસ્તુનું વર્ણન અમુક પ્રકારે કરે છે અને પર્યાયાસ્તિક નય વસ્તુનું વર્ણન અમુક પ્રકારે કરે છે. એ બન્ને ય વર્ણને દ્વારા પ્રત્યેનું સાચું જ્ઞાન થઈ શકે. એકના વર્ણનને જ જે પકડાય, તે એ જ્ઞાન મિથ્યા થાય. સમ્યજ્ઞાન ત્યારે જ કહેવાય, કે જયારે બન્ને ય વર્ણનને યથાસ્થિતપણે સ્વીકાર, કરવામાં આવે. સ્યાદ્વાદની મહત્તા:
આ બે નાને જે બરાબર આશ્રય લેવાય, તો જગતમાં પદાર્થસ્વરૂપના વિષયમાં કઈ પણ વિવાદ ઉભું રહેવા પામે નહિ. તમામ વાદવિવાદે એકાન્તવાદથી ઉભા થયા છે.. સ્યાદ્વાદની વિશાલ દષ્ટિ યદિ સૃષ્ટિમાં સર્જાઈ જાય યાને એ જે સર્વવ્યાપિની બની જાય, તે વાદવિવાદથી મુંઝાઈ ગયેલી દુનિયાની શીકલ ફરી જાય, મુંઝવણ માત્રને અંત આવી જાય; અને ધર્મના નામે એકાન્તવાદને પોષણ મળે નહિ. તકરારે, વિવાદ, વિગ્રહ અધૂરાશમાં છે, પણ પૂર્ણતામાં નથી. જ્યાં પૂર્ણતા હોય કે પૂર્ણને આશ્રય હોય, ત્યાં વિવાદ હેય નહિ. કેવલજ્ઞાનિઓમાં કઈ પણ કાળે વિવાદ