________________
૩૮૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
સૂત્રનું શ્રવણ કરાવવું, એ એવા મારા ચલાવવા બરાબર છે, માટે આ ભાવનેત્રયજ્ઞ છે. તમે જેટલા લાભ ઉઠાવા તેટલા તમને આ યજ્ઞ રૅળ્યા કહેવાય. એટલે કે–તમારે નિર્ણય કરવા જોઈએ કે હવે અમારે જ્ઞાન ચરણ રૂપ નયનયુગલવાળા બનવું છે અને એ નિર્ણયને અનુસરીને તમારે તમારા મન-વચન-કાયાના વર્તનને વળાંક આપવા જોઈએ. તમે બધા જો તમારા મન-વચન-કાયાના વર્તનને વળાંક આપીને, જ્ઞાન અને ચરણુ રૂપ નયનયુગલવાળા બનવાના પ્રયત્ન શરૂ કરી દો, તે। આ ભાવનેત્રયજ્ઞ પ્રત્યે ભાવનાશીલ જગતનું ભારે આકર્ષણ થયા વિના રહે નહિ.
૧૫–દ્રવ્ય—પર્યાય :
એ દન્તમાલા :
જયકુંજર જેમ નયનયુગલવાળા હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પૂર્ણ જ્ઞાન-ચરણ રૂપ નયનયુગલવાળું છે— આ પ્રમાણે ફરમાવ્યા બાદ, જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની સરખામણી કરી રહેલા ટીકાકાર મહર્ષિ, તેરમા વિશેષણ દ્વારા ફરમાવે છે કે