________________
૩૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આપી છે. માણસને ડાબી કે જમણ, કેઈ પણ એક આંખ ન હેય, તે ય તે કાણી કહેવાય. પૂર્ણ દૃષ્ટિવાળે તો બે ય આંખે જેને હોય તે જ કહેવાય. એમ એકલો જ્ઞાનવાળેય કાણો અને એકલો ચરણવાળે ય કાણો. આ ઉપમા દ્વારા બેધપાઠ એ લેવાને છે કે–આ પ્રકારના નયનયુગલને પામવાને પ્રયત્નશીલ બનવું જોઈએ. આ બે આવે તો જ પરિણામે મેક્ષ મળે. આમાંથી એકને પણ અભાવ હોય તો મોક્ષ મળે નહિ, આ બે નેત્રો આવી જાય, તો ખવાપણું ને રેવાપણું ન રહે, પણ કર્મના મેલને દેવાપણું અને એથી નિર્મલ થવાપણું જ રહે. ચર્મચક્ષુઓમાં તે બેય ચક્ષુ હોવા છતાં ય પગ બગડે એમ બને, જ્યારે આ બે ચક્ષુઓ એવાં છે કે-જે આત્મા આ બે ચક્ષુવાળ બને ને બળે રહે, તે આત્મા કદી પણ દુર્ગતિમાં ઘસડાય નહિ; પાપથી ખરડાય નહિ. આજ્ઞાન-ચરણરૂપ બે નેત્રે જેને છે, તેને માટે મુક્તિમાં માંગ છે, માર્ગ છે, કર્મોની ભાગાભાગ છે. ચર્મચક્ષુ ચઉરિન્દ્રિયથી શરૂ થાય. તેઈન્દ્રિય સુધી બધા અન્વ. બાકીનાને ચર્મચક્ષુ હોય, પણ એ ચર્મચક્ષુ સફળ ક્યારે ? જ્યારે આ જ્ઞાન-ચરણ રૂપ ચક્ષુ મળે ત્યારે. ચર્મચક્ષુ તે અનંતી વાર મળી, પણ રખડપટ્ટી ચાલુ રહી. જ્ઞાન–ચરણ રૂપ નેત્રો જઘન્યપણે પણ જે મળી જાય, તો ય સાત-આઠ ભામાં અવશ્ય મુક્તિ મળી જાય. સાચું કલ્યાણ ભાવનેત્રથી જ થાય. ભાવનેત્ર આવી જાય, તો મુક્તિમહેલમાં વસવાટ થાય. ભાવનેત્રથી બીજા અનેક પ્રાણિઓને તારી શકાય. જગતમાં જેઓ સારો અને પરમ કેટિને ઉપકાર કરી ગયા છે, કરી રહ્યા છે અને કરશે, તે ભાવનેત્રને પામવાથી જ. સાચો નેત્રયજ્ઞ આ જ છે. શુદ્ધ નેત્ર, શુદ્ધ ભાવનેત્ર