________________
૩૮૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
સાચેા પરોપકારક ત્યારે જ બની શકે છે, કે જ્યારે એ ચારિત્રગુણની સાખત કરે છે. ચારિત્રગુણની સામત કરીને જ્ઞાનગુણુ પાતાની મહત્તાને અને પરોપકારિતાને સુન્દર પ્રકારે સિદ્ધ કરી શકે છે, માટે જ્ઞાન અને ચારિત્ર બે ય જોઈ એ અને તે સમ્યક્ પ્રકારનાં જોઈ એ.
સમજ સાચી જોઈએ અને ક્રિયા સારી જોઇએ :
સમજ સાચી ન હોય ને ઉંધી સમજ હોય, તો સારી ક્રિયા પણ એવી થાય કે–એ તારક બનવાને બદલે મારક બને. એક ાકરા પોતાના બીમાર બાપની દવા લેવાને માટે વૈદ્યને ત્યાં ગયા. વૈદ્યને તેણે પોતાના આપની બીમારીની સઘળી હકીકત કહી. વૈદ્ય એક કાગળમાં દવા લખી આપી અને એ કાગળ પેલા કરાને આપતાં કહ્યું કે આ દવા ખલમાં પાણીની સાથે ઘુંટીને આપવાની છે.'
વૈદ્યની કહેવાની મતલબ એ હતી કે− આ કાગળમાં જે જે ચીજો લખી છે, તે બધી ચીજો બજારમાંથી ખરીદી લાવવી અને પછી એ ચીજોને ખલમાં પાણીની સાથે ઘુંટીને એકરસ કરી બીમારને પાઈ દેવી. પણ પેલા છોકરા વૈદ્યની એ મતલબને સમા નહિ અને ઊલટું સમજા.
એથી એણે તા ઘેર જઈને વૈદ્ય લખી આપેલા કાગળીયાને જ ખલમાં નાખ્યું અને પાણી સાથે લસોટવા માંડયું. એ કાગળીયું અને પાણી ખરાબર એકરસ થઇ ગયાં, એટલે એ એણે એના બીમાર આપને પાઈ દીધું.
એ પાયા પછી, માપની બીમારી ઘટવાને બદલે વધવા માંડી. પેટમાં શૂળનું દર્દ ઉપડયું.