________________
૩૭૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
'
એમાં કઈ સજ્જન માણસે એને જોયા અને એને કસ્તુરી ગળાવી દ્વીધી. એથી એની શરદી દૂર થઇ ગઇ. ભીલને કસ્તુરીનું કશું ય જ્ઞાન નહેાતું, છતાં ય કસ્તુરી પેટમાં ગઈ તા એની શરદી દૂર થઇ ગઈ ને ? એને ચેતના પ્રાપ્ત થઈ ને ? એ રીતિએ, જ્ઞાન કરતાં ચરણની પ્રધાનતા પણ કહેવાય. આમ છતાં પણુ, જ્ઞાન એ ય પરમ આવશ્યક છે. ‘ આ ફલ મારી ભૂખને ભાંગનારૂં છે કે મારા નાશને નેાંતરનારૂં છે’એની ખબર ન હાય, તે અજ્ઞાની એવા કાઈ ફલને ખાઇને મરી પણ જાય. અજાણ્યું ફૂલ ખાવું નહિ ’–એવા એક નિયમના પ્રતાપે, વંકચુલ મરણુથી ઉગરી ગયા અને એના સાથીદારો કપાકનાં લેાનું ભક્ષણ કરવાથી મરી ગયા. તેમને જો જ્ઞાન હાત કે– આ કુલ પેટમાં જઇને ઝેરનું કામ કરે એવું છે' તા. એ ફૂલને એ લેાકેા પણ ખાત નહિ અને એથી એ રીતિએ થયેલા મરણુથી બચી જવા પામત. આ પ્રમાણે વિચાર કરીએ, તા જ્ઞાનની પણ પ્રધાનતા લાગે, અમલના લાભ જ્ઞાનાધીન છે. જ્ઞાની જો સાચા જ્ઞાની હાય, તેા તે જે અનાચરણીય તેનાથી આચરાતું હોય તેને તથા જે આચરણીય તેનાથી આચરાતું ન હોય તેના પણ પશ્ચાત્તાપ કરે. એથી એને પાપબંધ અલ્પ થાય અને ચરણની પ્રાપ્તિ સુલભ બને. સાચું જ્ઞાન નિયમા ચારિત્રને પમાડે, જ્યારે સભ્યજ્ઞાનના અભાવમાં સભ્યચારિત્ર સંભવી શકે જ નહિ. સમ્યક્ચારિત્રના અભાવમાં સભ્યજ્ઞાન હાઈ શકે, પણ સમ્યજ્ઞાનના અભાવમાં સમ્યકચારિત્રન જ હોય. જે જ્ઞાની ક્રિયાશીલ અને તે તરે
:
એટલા માટે તે જ્ઞાન-જિયાં મોક્ષઃ । ’–એમ કહે
'
: