________________
બીજો ભાગ–શાપ્રસ્તાવના
૩૫ એ જ્ઞાની સમ્યજ્ઞાની રહેતું નથી. એને જ્ઞાનનું અજીર્ણ થયું છે; અથવા તે કહે કે-એ પ્રમાદી બની ગયો છે. એ પ્રમાદનું પિષણ પિતાના જ્ઞાનના નામે કરવાને માગે છે. નહિતર વળી, જે જ્ઞાની હોય તે સક્રિયાને પક્ષપાતી ના હોય, એ બને જ કેમ? જે જ્ઞાની કેઈ પણ કિયા ન કરતો હોય, તેને સર્જિ યાના પક્ષપાતની જરૂર નથી, પણ એવા છે તે મેક્ષમાં જ છે. કેઈ પણ ક્રિયાને કઈ પણ અંશ ન હોય, એવું તે માત્ર મુક્તિમાં જ હોય. સંસારમાં તે ક્રિયા હોય જ અને એથી ક્રિયાને નિષેધ કરે કેશુ? અસલ્કિયાને રોધ અને સકિયાને સદાગ્રહ,જ્ઞાની ન કરે તે કરે કેણ? એ જ્ઞાની કે જે સલ્કિયાને પક્ષપાતી નથી, જે ચારિત્રહીન છે, તેને જ્ઞાનીઓએ ચંડાલના કુવાની ઉપમા આપી છે. એવા ચારિત્રહીનના જ્ઞાનનું કઈ મહત્તવ તો નથી જ, પણ એથી એનું અને બીજા અનેકેનું નુકશાન છે. બેયની પ્રધાનતા લાગે?
છત્રીસ પ્રકારની રસેઈનાં નામોને જાણનારે અને બત્રીસ જાતિનાં શાકોનાં નામને જાણનારે, એ બધું એને ભાણે પીરસાય તે છતાં પણ, જે એને માત્ર ગણ્યા જ કરે અને કેળીઓ હાથમાં લઈને મેંઢામાં મૂકે નહિ, તો એને એને સ્વાદ આવે ખરે? એનું પેટ ભરાય ખરું? બાલક ભલે નામ ન જાણતે હેય, પણ એ ખાય છે તે એને એને રસ આવે છે. તેમ જ્ઞાન ભલે ઓછું હોય, પણ ચારિત્રનું શુદ્ધ પાલન હોય, તે એ રસ જુદે જ છે. એક ભીલ નદી ઉતરતાં પાણીમાં તણાયે. તેને શરદી થઈ ગઈ. વાયુથી તે બેહોશ બની ગયો.