________________
૩૭૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચરણ–ઉભયને સેવવાની જરૂર છે. ક્રિયાહીન જ્ઞાન અને અજ્ઞાન સાથેની ક્રિયા–એ બને હણાએલાં છે. આથી જ્ઞાનીઓએ શાવવવ થાતવ્યમ્' અર્થાત-જ્ઞાન અને ચરણ એ ઉભયમાં રહેવું–એમ ફરમાવ્યું છે. ફાની સન્ક્રિયાને પક્ષપાતી હેય : - જ્ઞાનને અને ચરણને આ ઘનિષ્ટ સંબંધ હોવાથી અને દેખવાનું સાચું ફળ દેરાવું એ હવાથી, ટીકાકાર મહષિએ આ શ્રી ભગવતીજી સૂત્રના નયન યુગલ તરીકે જ્ઞાન– ચરણને જણાવેલ છે. આ સૂત્રના પઠન-શ્રવણાદિનું પરમ ફલ, એ બે આવે તે જ પ્રાપ્ત થાય તેમ છે. કેઈ કેઈ ઠેકાણે જ્ઞાનને નેત્રની અને ચારિત્રને પગની ઉપમા પણ આપવામાં આવેલી છે. આંધળે દેડી શકે, પણ કયે રસ્તે દેડવું તે જોઈ શકે નહિ તથા રસ્તામાં ખાડા-ખડીઆ હાય, પથરા હોય, અંગારા હોય તો તે વિગેરે જઈ શકે નહિ. જ્યારે લૂલો જોઈ શકે, પણ ચાલી શકે નહિ. એટલે આંધળો ય ધાર્યે ઠેકાણે પહોંચી શકે નહિ અને લૂલે ય ધાર્યું ઠેકાણે પહોંચી શકે નહિ. જ્ઞાનથી જોવાનું બને અને ચરણથી પહેચવાનું બને. જ્ઞાન દેખાડે અને ચરણ પહોંચાડે. જ્ઞાન એ દિશા બતાવનાર છે અને ચરણ એ દિશાએ પહોંચાડનાર છે.
જ્યાં સુધી પ્રગતિ ન થાય, ત્યાં સુધી શિવગતિ ન થાય. મુક્તિસ્થાન ને મુક્તિમાર્ગને ખ્યાલ આવે જ્ઞાનથી અને ત્યાં પહોંચાય ચરણથી. આમાં તમે તેના વિના ચલાવી શકે ?
જે સમજે, તે તો કહે કે-બે ય જોઈએ. જ્ઞાની જ્યારે ચરણને વિધી બને, ચરણને તુચ્છ ગણીને અવગણનારે બને, ત્યારે