________________
- ૨૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો શિષ્ટ જનોને અભિપ્રાય જ કિમતી ગણાય
વળી કેટલાક પ્રસંગે એવા પણ હોય છે કે જે વખતે ગંભીરતા અને કર્ણપ્રિયતા ગુણવાળી પણ હિતકારી વાણી, સાંભળનારને તુચ્છ પણ લાગે અને કર્ણકટુ પણ લાગે. ત્યાં સાંભળનારના દેશનું જોર ભારે છે, એમ કહેવું પડે. જેમ યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ ગર્દભીલ્લ નામના રાજાને જે વાણી સંભળાવી હતી, તે વાણું હિતકારી તે હતી જ, પણ સાથે સાથે ગંભીર અને મનહર પણ હતી. એ વખતે જે કંઈ ભગવાનના શાસનના રાગવાળા હશે, અવસરને સમજનારા હશે, કર્તવ્યાકર્તવ્યના ભાનવાળા હશે, તેમને એ વાણુ ખૂબ જ ગંભીર, મનહર અને હિતકારી લાગી હશે. એટલું છતાં પણ, રાજા ગર્દભીલને એ વાણું અહિતકારી, તુચ્છ અને કર્ણકટુ જ લાગી હતી. ત્યારે કહેવું પડે કે એ દોષ વાણુને કે વાણીના વદનારને નહોતે, પણ રાજાના દૂષિત ભાવને એ દેષ હિતે. આથી એ સમજવાનું છે કે-ગમે તે માણસ એમ કહી દે કે આ વાણી અગર અમુક વાણું તે તુચ્છ અને કર્ણકટુ છે, તે એટલા માત્રથી જ એ વાણીને તુચ્છ અગર કર્ણકટુ માની લેવાની ભૂલ કરવી જોઈએ નહિ. એટલા જ માટે સંસારમાં પણ પ્રાયઃ સર્વત્ર શિષ્ટ જનેના અભિપ્રાયને જ કિંમતી ગણવામાં આવે છે.