________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૫૧ શુદ્ધ અનમેદનામાં પણ તારવાની અસાધારણ તાકાત રહેલી છે; પણ સાચી ને શુદ્ધ પ્રશંસા કરાવે એવું શુદ્ધ દિલ પણ વિરલ વ્યક્તિઓને જ સાંપડે છે. મોહરાજાને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલવાનું સામર્થ્ય આ
શાનથી આવે છે ? જે સૂત્રની પ્રશંસામાં પણ આટલી બધી તાકાત હોય, તે સૂત્રનું જ્ઞાન જેના હૈયામાં પરિણત થઈ જવા પામે, તેના કલ્યાણમાં તે શંકા રાખવાની હોય જ શેની? આ સૂત્રનું જ્ઞાન જેના હૈયામાં પરિણત થઈ જાય, તેની સમીપમાં મેહરાજાને આવવું પણ ભયકારક લાગે છે. મેહરાજા સમજે છે કેઅહીં હવે આપણાથી ટકી શકાવાનું નથી. આણે આપણને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલ્યા છે, એમ મહારાજાને થાય છે. દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલ્યા–એને અર્થ સમજે છે? જ્યારે કેઈ મિત્ર રૂપ, સ્વજન રૂપ, ઉપકારી રૂપ લાગતો હોય છે, ત્યારે શું થાય છે? એનું સ્થાન દિલમાં હોય છે. એ આંખ સામે ન હોય, દૂર હોય, પણ દિલ તેની ચાહના કર્યા કરતું હોય.
જ્યાં સુધી માણસના હૈયામાં વિવેક નથી પ્રગટતે, ત્યાં સુધી મહારાજાને માટે એવું જ બને છે. એ માણસનું દિલ મેહરાજાની ચાહના કર્યા જ કરતું હોય છે. મેહરાજા જ પોતાના સુખનું સાધન છે, એમ એને લાગ્યા કરતું હોય છે. પણ
જ્યાં વિવેક પ્રગટવા માંડે છે, એટલે એના એ જ માણસને થાય છે કે-આ જ મારે મેટામાં મેટે દુશ્મન છે. આણે જ મને આજ સુધી અંધારામાં રાખીને ફેલી ખાધો. આણે જ મને પાયમાલ કરી નાખે. આણે મને આટલે બધો ખરાબ