________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૨૫
વિશેષ વિશેષ યુક્તિગમ્ય બનાવે છે. એટલે થાય છે શું ? શુદ્ધ માન્યતામાં સમજના ઉમેરા થતા જાય છે અને એથી એ માન્યતા વધારે દૃઢ અને વધારે નિર્મલ બનતી જાય છે. શ્રદ્ધાની નિર્મલતા, ચારિત્રની નિર્મલતાને પણ લાવે કે નહિ ? શ્રદ્ધાની નિર્મલતા ચારિત્રને લાવનારી પણ નિવડે અને ચારિત્રને શુદ્ધ અનાવનારી પણ નિવડે. શ્રદ્ધાળુને ખરેખરી આકાંક્ષા જ ચારિત્રની હાય. વળી, સમ્યગ્દર્શન વિના સમ્યચારિત્ર સંભવતું નથી, આમ દ્રવ્યાનુયાગના પ્રતાપે જે લક્ષ્ય નિપજે છે, તેમાં ય ચારિત્ર જ આવે છે. આથી ચારેય અનુયાગામાં ચરણ–કરણાનુયાગ એ સર્વપ્રધાન અનુયાગ છે—એમેય કહેવાય.
ચણમાં વ્યવસ્થિત થયેલા જ બાકીના ત્રણ અનુયોગાના ગ્રહણ માટે સમરું બને છે
વળી, ચારિત્રને પામેલા આત્મા જ, બાકીના ત્રણ અનુચેાગાને એટલે ધર્મકથાનુયાગ, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયાગને ગ્રહણ કરવાને માટે સાચા સમર્થ બની શકે છે. કેમ ? ચારેય અનુયાગાના ગ્રહણમાં, મુખ્યતા શ્રમણપણાની જ રહેવાની. આમ કહીને, બીજા અનુયાગેાના મહત્ત્વને ઝાંખપ લગાડાતી નથી, પણ એ અનુયાગાના ગ્રહણનું જે લક્ષ્ય છે અને એ અનુચેાગેાના ગ્રહણને જે વિધિ છે, તેના ખ્યાલ અપાઇ રહ્યો છે. વાતના રહસ્યને જે સમજી શકે નહિ તે મુંઝાય, પેાતાની બુદ્ધિ ચાલે નહિ અને પોતે બીજાની બુદ્ધિએ ચાલે નહિ, તા મુંઝાયા જ કરવાનું હાય ને? જ્યારે સમજાવનાર મળે અને એણે આપેલી સમજ ગળે ઉતરે, ત્યારે કામ થાય. એ વિના ઝુંઝવણ ટળે નહિ.