________________
૩૬૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
નિરૂપણ છે. આ શ્રી ભગવતીજી સૂત્ર એવી રીતિએ જ્ઞાનદાન. કરે છે કે–તરવસ્વરૂપનું જ્ઞાન પણ થાય અને ચરણની પ્રેરણા તથા દેરવણ પણ મળે. જે જ્ઞાનદાન આવા પ્રકારનું નથી હતું, તે જ્ઞાનદાન વસ્તુતઃ જ્ઞાનદાન જ નથી. જે જ્ઞાન, ચરણ કહેતાં ચારિત્રને ઘસડી લાવે, તેને જ સાચું જ્ઞાન કહેવાય. જે જ્ઞાનમાં ચારિત્રને ઘસડી લાવવાનું સામર્થ્ય નથી, તે જ્ઞાન વસ્તુતઃ તે જ્ઞાન જ નથી. ચારિત્રને લાવવાના સામર્થ્ય વિનાનું, જ્ઞાન તો વાંઝીયું છે. જ્યાં સાચું જ્ઞાન હોય છે, ત્યાં ચારિત્રને ભાવ અવશ્ય હોય છે. ચારિત્રના ભાવને અભાવ અને જ્ઞાનને સદૂભાવ-એ બે સાથે બની શકે એવી વસ્તુઓ જ નથી. ચારિત્રના ભાવથી વિહેણું જ્ઞાન, એ અજ્ઞાન છે અથવા મિથ્યાજ્ઞાન છે. જ્ઞાન સાથે ચારિત્રને આ સંબંધ હોઈને જ, જ્ઞાન–ચરણને અહીં જે નયનયુગલની ઉપમા આપવામાં આવી છે, તે સાર્થક કરે છે. જ્ઞાનને અને ચારિત્રને જે કશે પણ સંબંધ જ ન હોત, તે તો આ ઉપમા સાર્થક ઠરત નહિ; પણ આ તે સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની વાત છે. સમ્યજ્ઞાન જેમ સમ્મચારિત્રને તત્કાલ કે પરંપરાએ પણ અવશ્ય ઘસડી લાવે છે અને સમ્યજ્ઞાન જેમ સમ્યક્રચારિત્રના ભાવથી કદી પણ શૂન્ય હોઈ શકતું જ નથી, તેમ સમ્મચારિત્ર પણ સમ્યજ્ઞાન રૂ૫ ગુણને વૃદ્ધિ પમાડતે પમાડતે આત્મામાં રહેલા અનન્તજ્ઞાનગુણને પ્રગટાવનારું બને છે. સમ્યકચારિત્રને પામેલો જીવ, સમ્યજ્ઞાનના ઉપાર્જન આદિના ભાવથી, કદી પણ શૂન્ય હઈ શકતો જ નથી. એટલે સમ્યજ્ઞાનના અને સમ્યક્રશ્ચારિત્રના પરસ્પર કાર્ય-કારણ ભાવના સંબંધને જે સમજી શકે, તે તે એમ જ કહે કે–આ નયનયુગલની ઉપમા સર્વથા યોગ્ય જ છે.