________________
૩૬૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
જાય. જ્ઞાન–ચરણ રૂપ નયનયુગલ દ્વારા મેક્ષે પહોંચવું, એ જ જ્ઞાનચરણ રૂપ નયનયુગલની પ્રાપ્તિનું પરમ ફલ છે; પણ તે પહેલાં ય, જીવને જ્ઞાન–ચરણ રૂપનયનયુગલની પ્રાપ્તિથી, ઘણું લાભ થાય છે. જ્ઞાનચરણ રૂપ નયનયુગલથી દેખનાર, દેખાડનાર, દોરાનાર અને દોરનાર બનેલો આવ, આન્તરિક તેમ જ બાહ્ય-ઉભય પ્રકારનાં દુઃખથી નિવૃત્તિને પામે છે અને આન્તરિક તેમ જ બાહ્ય–ઉભય પ્રકારનાં સુખને પામનારે બને છે. જ્ઞાન–ચરણ રૂપ નયન યુગલ જે જીવને મળે છે, તે જીવ, આન્તરિક દૃષ્ટિએ જોઈએ તે સૌથી પહેલાં પાપ કરવાના ભાવની પીડાથી બચી જાય છે. પાપ કરવાના ભાવની પીડાથી બચવાને લીધે, તે જીવ પાપાચરણને છૂપાવવા આદિની પીડાથી પણ બચી જાય છે. એને લીધે, એ વિવિધ ભયેની આશંકા રૂપ પીડાથી પણ બચી જાય છે. તેને કેઈની પણ ખૂશામત કરવા રૂપ પીડા પણ ભેગવવી પડતી નથી. આમ આન્તરિક દુઃખોથી નિવૃત્ત બનેલો એ જીવ, સમાધિભાવનું જે પરમ સુખ છે, તેને ભેગવનારે બને છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રની ભાવનાઓ, વિચારણાઓ તથા તેના પરિણામોમાં તે જીવ રમણ કરતો થકે તો, ચકવર્તીના ય સુખને ટપી જાય અથવા તો દેવ-દેવેન્દ્રોના ય સુખને ટપી જાય, એવા પરમ સુખને અનુભવ કરે છે. એવા જીવને, મુક્તિનું જે પરમ સુખ છે, તેની ઝાંખીને આ સંસારમાં પણ અનુભવ થાય છે. આ પ્રકારે આન્તરિક દુઃખથી નિવૃત્તિને અને આન્તરિક સુખની રમણતાને પામેલે જીવ, બાહ્ય દુખાથી બચીને બહા સુખને પામનારે પણ બને છે. એની જરૂરીયાતે અત્યન્ત ઘટી ગઈ હોય છે. તેને લીધે