________________
૩૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
બનાવવાની કે તેનાથી બચતા રહેવાની, એમ કાંઈક ને કાંઈક વૃત્તિ પેદા થાય છે અને એ વૃત્તિ કમશઃ આચરણ રૂપે પણ પરિણમે છે. આમ નયને દેરનારાં પણ બને છે, એટલે નયને દ્વારા જ્ઞાનને અને આચરણને વેગ સધાય છે. જે આ દષ્ટિબિન્દુથી, ટીકાકાર મહર્ષિએ કરેલી આ નયનયુગલની ઘટનાને વિચારવામાં આવે, તો તે બરાબર બંસબેસતી થઈ જાય છે. જ્ઞાન અને ચરણનું દાન કરે છેઃ
નયનના યુગલની સાથે, જ્ઞાન–ચરણના યુગલની ઘટના કરીને, ટીકાકાર મહષિએ કમાલ કરી દીધી છે. આ ઘટનામાં તે, ટીકાકાર મહર્ષિએ, શ્રી ભગવતીજી સૂત્રને અને એથી કહે કે-શ્રી જૈન શાસનને પણ સાર સમર્પિત કરી દીધું છે. શ્રી ભગવતીજી સૂત્ર જ્ઞાન–ચરણ રૂપ નયનયુગલ દ્વારા મેક્ષમાર્ગને દેખાડે છે અને મોક્ષમાર્ગ દેરે છે. શ્રી ભગવતીજી સૂત્ર માત્ર જ્ઞાન જ કરાવે છે–એમ નહિ, પરંતુ આ જ્ઞાનને પામીને શું શું કરવું જોઈએ અથવા તે આ જ્ઞાનને કેવી કેવી રીતિએ સદુપયેગ કરવો જોઈએ-એને પણ દેખાડે છે. શ્રી ભગવતીજી સૂત્ર, માત્ર સ્વરૂપનું અથવા હકીકતોનું જ વર્ણન કરતું નથી, પણ સ્વરૂપનું અને હકીકતોનું વર્ણન કરીને, જીવને શું લાભદાયક છે અને શું હાનિકારક છે તેમજ જે લાભદાયક છે તે શાથી લાભદાયક છે અને જે હાનિકારક છે તે શાથી હાનિકારક છે–એ વિગેરે જણાવવાની સાથે, જીવને તજવા રોગ્યને તજવાની અને આચરવા ગ્યને આચરવાની પ્રેરણા પણ કરે છે, તેને ઉપાય પણ બતાવે છે અને તે ઉપાયના આચરણમાં જે જે વિદને આવવાં સંભવિત છે તેનું નિદર્શન