________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૫૭
ટીકાકાર મહર્ષિએ, એટલા જ માટે, આ બારમા વિશેષણમાં ખૂલાસો કર્યો છે અને જણાવ્યું છે કે-જ્ઞાન અને ચરણ રૂપ નયનયુગલ છે જેને, એવું આ શ્રી ભગવતીજી સૂત્ર છે. દેખાડનાર અને દોરનારઃ
આ વિશેષણ દ્વારા, ટીકાકાર મહર્ષિ ફરમાવી રહ્યા છે કે જ્ઞાન પણ નયન રૂપ છે અને ચરણ એટલે ચારિત્ર પણ નયન રૂપ છે. જેને બને ય નયને હોય, તે જ વ્યવહારમાં પણ દેખતે કહેવાય છે, કારણ કે-બે આંખ વિનાનાને જેમ આંધળો કહેવાય છે, તેમ એક આંખ વિનાનાને કાણીઓ કહેવાય છે. અહીં કેઈ કહેશે કે-“જ્ઞાન તો સ્વ–પરપ્રકાશક હેવાથી નયનની ઉપમાને પામી શકે; એ અપેક્ષાએ જ્ઞાનને નયનની ઉપમા આપવી એ વ્યાજબી ગણાય; પણ ચરણનેચારિત્રને નયનની ઉપમા આપવી, એ કેમ વ્યાજબી ગણાય?” પરતુ,જ્ઞાનની જેમ ચરણ પણ નયનની ઉપમાને પામી શકે છે. નયને માત્ર દેખનારાં જ હતાં નથી, પરંતુ દેખાડનારાં અને દેરનારાં પણ હોય છે. નયને, વસ્તુતઃ પોતે દેખતાં નથી. નયને દ્વારા, આ શરીરની અંદર રહેલા જે આત્મા, તે દેખી શકે છે. આ શરીરમાં જે આત્મા ન હોય, આ શરીર જે ખાલી બેખું જ હોય, તો આ નયને કરે શું ? કાંઈ જ જોઈ શકે નહિ. મુડદું જોઈ શકે છે ખરું? નહિ જ. ત્યારે નયને, એ વસ્તુતઃ તે શરીરધારી જીવને માટે, અન્ય દશ્યમાન પદાર્થોને જોવાનું સાધન છે, એટલે કે નયને દેખાડનારાં છે. નયને દેખાડનારાં બનીને દોરનારાં બને છે. જેવાથી, જે જોયું તેની નજદિકમાં જવાની કે તેનાથી દૂર જવાની, તેને પિતાનું
૨૨