________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૬૯
જ્ઞાને મુક્તિસાધક બનવાને માટે ચરણની અપેક્ષા રાખવી પડે અને ચરણે મુક્તિસાધક બનવાને માટે જ્ઞાનની અપેક્ષા રાખવી પડે. પરસ્પર નિશ્ચિત બનીને બે ય મુક્તિનાં સાધન બની શકે અને પરસ્પર અનિશ્ચિત બન્યાં થકાં એ બન્નેમાંથી એકેય મુક્તિનું સાધન બની શકે નહિ. આથી જ જ્ઞાનીને મન ચર
ની મહત્તા હોય અને ચરણવાળાને મન જ્ઞાનની મહત્તા હોય. જે જ્ઞાની કે ચારિત્રી એક–બીજાની અવગણના કરવા માંડે, તો બે ય ડૂબે પણ બેમાંથી એકેય વિસ્તારને પામી શકે નહિ. જ્ઞાન અપ્રતિપાતી ગુણઃ
જ્ઞાનના પાંચ પ્રકારે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન–એ પાંચ ભેદે જ્ઞાન પ્રસિદ્ધ છે. આ શ્રી ભગવતીજી સૂત્રનું જેમ જેમ સારી રીતિએ અધ્યયન કરવામાં આવે, તેમ તેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પ્રકર્ષ થાય છે; અને એમ જે આત્મા મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના પ્રકર્ષમાં લીન બન્ય, તે આત્મા અપ્રમત્તભાવને પામવા દ્વારા મન:પર્યવજ્ઞાનને પણ સ્વામી બની શકે છે અને તેના પરિણામે તે કેવલજ્ઞાનને સ્વામી પણ બની શકે છે. શ્રી ભગવતીજી સૂત્ર, એ શ્રુતજ્ઞાન રૂપ છે. શ્રુતજ્ઞાનના જે ચૌદ ભેદ છે, તેમાં આ સૂત્ર અક્ષરગ્રુત કહેવાય, એટલે આ સૂત્ર એ સ્વયં શ્રુતરૂપ છે. ઉપકારીઓએ શ્રુતજ્ઞાનને સૂર્યની ઉપમા અને કિયાને ખદ્યોતની ઉપમા પણ આપી છે. કહ્યું છે કે તત્વસંબંધી જે પક્ષપાત અને ભાવથી શૂન્ય જે ક્રિયા, એ બે વચ્ચેનું અત્તર સૂર્ય અને આગીઆ જેવું છે. માત્ર ક્રિયાથી કર્મને જે ક્ષય થાય છે, તે દેડકાના ચૂર્ણ સમાન છે. દેડકાનું