________________
३९८
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો તે જરૂર હોય, અને એથી બચવાના ઉપાય કરવાની વૃત્તિ પણ તમારામાં જરૂર હોય. જ્ઞાનને અને ચરણને કે સંબંધ છે, એક-બીજાને એક–બીજા વિના કેમ ચાલે એવું નથી, એ તમે આ ઉપરથી પણ સમજી શક્યા હશે. જ્ઞાન અને ચરણ પરસ્પરની નિશ્રાએ જ મુક્તિ માધક બને?
જ્ઞાનવાળાને ચરણની આવશ્યકતા અને મહત્તા સમજાય તથા ચરણવાળાને જ્ઞાનની આવશ્યક્તા અને મહત્તા સમજાય, એ માટે આપણાં શાસ્ત્રોમાં જ્ઞાનનું અને ચરણનું વર્ણન કરતાં, પરસ્પર સંવાદાત્મક વર્ણન પણ કરવામાં આવ્યું છે. એનું તાત્પર્ય એટલું જ છે કે-જેટલી જરૂર અને મહત્તા જ્ઞાનની છે, તેટલી જ જરૂર અને મહત્તા ચરણની છે. ન જ્ઞાન વિના ચાલી શકે કે ન ચરણ વિના ચાલી શકે ! કોઈ કહેશે કે-એ બેમાં પ્રધાન કેણ?” તે કહેવું પડે કે-બને જ પિતપોતાની અપેક્ષાએ પ્રધાન જીવ વિશેષે તે કોઈને માટે જ્ઞાન ચરણનું કારણ બને, તો કેઈને માટે ચરણ જ્ઞાનનું કારણ બને. મોક્ષમાર્ગ જ્ઞાન અને ચરણ-એ બન્નેને અન્યોન્યાશ્રયે છે. મેક્ષમાર્ગનું નિરૂપણ કરતાં, કેઈએ પણ માત્ર જ્ઞાનથી મુક્તિ કહેલ નથી અને કેઈએ પણ માત્ર ચરણથી મુક્તિ કહેલ નથી. જ્ઞાન અને ચરણના વેગથી મુક્તિ-એમ જ કહેલ છે. પછી અમુક જીવમાં જ્ઞાન પ્રધાનપણે મુક્તિસાધક બને અને અમુક જીવમાં ચરણ પ્રધાનપણે મુક્તિસાધક બને; પણ જ્ઞાન જે ચરણથી સર્વથા નિરપેક્ષ હોય તે જ્ઞાન પણ મુક્તિસાધક બની શકે નહિ અને ચરણ જે જ્ઞાનથી સર્વથા નિરપેક્ષ હોય તે તે ચરણ પણ મુક્તિસાધક બની શકે નહિ.