________________
३६६
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
છૂપી રીતિએ જોયા જ કરે છે.
જ્યાં ચોરોએ પિટકું ઉપાડવા માંડયું, એટલે શેઠાણીથી રહેવાયું નહિ. એણે શેઠને કહ્યું કે-“આ તે બધું ય ધન ઉપાડી જાય છે.”
તે ય શેઠે તો એના મેંઢાને દાબીને કહ્યું કે-“હું જાણું છું.” પણ શેઠ ઉો નહિ.
પેલા ચારે એ પિટકાને લઈને ઘરની બહાર નીકળવા માંડ્યા, ત્યારે પાછું શેઠાણીએ શેઠને કહ્યું કે આ તે ઉપાડીને ચાલ્યા.”
શેઠે કહ્યું કે હું જાણું છું.”
શેઠાણ બાઈ જાત. બીકણ પણ ખરી અને નબળી પણ ખરી. એટલે એને તો તે અટકાવી શકી નહિ, પણ તેને ગુસ્સો બહુ વધી ગયો. ચિરે જેવા ઘરની બહાર નીકળી ગયા, તેવામાં જ શેઠાણીએ શેઠને જોરથી કહ્યું કે-ચોરે બધું ય ઉપાડીને ગયા પણ ખરા.”
તે ય શેઠ કહે કે-“હું જાણું છું.”
એ વખતે શેઠાણીને કહેવું પડ્યું કે-“તમારું જાણ્યું ધૂળમાં પડ્યું! જાણું છું, જાણું છું-કરતા રહ્યા, પણ બચાવ તે કશે જ કરી શક્યા નહિ! આવા જાણવા ઉપર તે ધૂળ જ પડે કે બીજું કાંઈ થાય?” જાણકાર લૂંટાય તો તેને વધારે દુઃખ થાયઃ
આ વાતમાં તે તમે પણ કહેશે કે“શેઠાણીએ શેઠને જે કાંઈ કહ્યું, તે વ્યાજબી કહ્યું છે.” કેમ ? જાણીને બચાવી શકાય તેમ હતું, તેમ છતાં પણ બચાવને પ્રયત્ન કર્યો નહિ,