________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૩૬૭
માટે ને ? નિરૂપાય હાલત હાય અને જાણવા છતાં પણ અચાવ ન કરી શકાય–એ વાત જૂદી છે, પણ એવા વખતેય હૈયામાં શું થાય છે? એવા વખતે અજાણુને જે દુઃખ થાય, તેના કરતાં જાણને વધારે દુઃખ થાય. અજાણને અને જાણને, જે કાંઈ ચારાઈ જાય તેનું નુકશાન તેા સમાન છે, છતાં પણ જાણુને પોતાની જે નબળાઈ-પરવશતા, તેનું પણ વધારામાં દુઃખ થાય છે. એને એ વિચાર કેરી ખાય છે કે બીજા તા ઉંઘતા લૂંટાય, જ્યારે હું તેા જાગતા લૂંટાયા !’ ઉંઘતા લૂંટાય, તેા એ લૂંટાય તે છતાં પણ એ લૂંટાયા એની એને ગમ પડે નહિ, જ્યારે જાગતા જે લૂંટાય, તેને તેા લૂટાવા સાથે પોતે લૂંટાયા તેની ગમ પણ પડે અને એથી એનું દુઃખ વધી જાય. લૂટાએલેા જ્યાં સુધી ઉંઘ્યા કરતા હોય અથવા તે જ્યાં સુધી એને પેાતે લૂંટાયેા છે—એની ખબર પડે નહિ ત્યાં સુધી, એ લૂંટાયા હેાવા છતાં પણ, એમ લૂટાવાથી અને જે દુઃખ થવું જોઈ એ તે દુઃખ થાય નહિ, જ્યારે જાગતા તા જાણે એટલે એને વધારે દુઃખ થાય. આમ છતાં ય, જાગતાને લાભના ઘણા સંભવ. એને ખ્યાલ આવે કે આવી આવી રીતિએ હું લૂંટાયા અથવા તા આવા આવા કારણથી હું લૂંટાયા, એટલે ભવિષ્યમાં એવી રીતિએ લૂંટાવાનું અને નહિ અથવા તેા ભવિષ્યમાં એમ લૂંટાવાનું કારણ રહે નહિ, એવેા પ્રયત્ન કરવાનું એને મન થાય. જો એટલું પણ ન થાય, તા તા એ જાગતા ય નથી ને જાણતા ય નથી. તમે કેટલા બધા લૂંટાઈ રહ્યા છે, તેની તમને ગમ છે? કામ અને ક્રોધાદિ તમને કેમ અને કેવા લૂટી રહ્યા છે, એના તમને વિચાર છે? તમે જે વિવેકી હા, તો તમને આના ખ્યાલ