________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના :
૩૬૧ ઘણાં એવાં બાહા દુઃખે તે એના છાંયે પણ આવી શકતાં નથી. પૂર્વસંચિત કર્મોના ઉદયથી કદાચ રેગાદિક કન્ટે તેને આવે છે, તે પણ જ્ઞાન–ચરણ રૂ૫ નયનયુગલવાળા બનેલા એ જીવને, એ દુઃખ પણ સુખના આગમનના માર્ગને સાફ અને સરળ બનાવી રહ્યાં હોય એવાં લાગે છે. એ સમજે છે કે આ કર્મો આત્માથી વિખુટાં પડવા માંડ્યાં અને આત્મા એથી લઘુકમી બનવા માંડ્યો. કર્મરહિત દશા, એ જ પરમ સુખમય દશા છે. તે દશા જેમ જેમ કર્યો જાય, તેમ તેમ નજદિકની બને. આવી સમજને લીધે, એને રેગાદિક કન્ટે પણ, અન્ય જીની જેમ પીડાકારી બની શક્તા નથી. વળી, જ્ઞાનચરણ રૂપ નયન યુગલવાળા જીવને જે પુણ્ય બંધાય છે, તે તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. એવા જીવને ઘણી કર્મનિર્જરા થાય અને બંધ થાય તે પુણ્યાનુબંધી પુણ્યને જ બંધ થાય. એટલે એ જીવ સંસારમાં સારી ગતિને પામે, ભેગેપભોગની ઉત્તમ ઉત્તમ સામગ્રીને પામે અને તેમાં તે આસક્ત બને નહિ પણ તેને વિરાગ જોરદાર બને. આમ, સંસારમાં પણ, જ્યાં સુધી રહેવું પડે ત્યાં સુધી બાહ્ય અને આન્તરિક સુખની પ્રાપ્તિ થાય અને પરિણામે મેક્ષસુખની પ્રાપ્તિ તે થાય જ. જ્ઞાનચરણ રૂપ નચનયુગલને પામ્યાનું આ ફલ છે. તે જીવ પોતે તે આ ફલને પામે જ છે, પરંતુ તે જીવથી અન્ય જીનું પણ ઘણું દુઃખ ટળી જાય છે અને અન્ય જીને ય ઘણું સુખ પ્રાપ્ત થાય છે. જ્ઞાન-ચરણને કાર્ય-કારણને સંબંધ: - આ શ્રી ભગવતીજી સૂત્રમાં જ્ઞાન અને ચરણ-ઉભયનું