________________
૩૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન તદ્દન એકાન્ત સ્થલ હતું અને રાજાની આજ્ઞા હતી; એટલે બીજી બધી રાણુઓ તો, પોતપોતાનાં વસ્ત્રોને કાઢી નાખીને લાકડાના હાથી ઉપર ચઢી ગઈ અને ઉતરી ગઈ, પણ પેલી કુલટા રાણું છે, જેમની તેમ ઉભી રહી. તેણીએ રાજાને કહ્યું કે-“હું તો આ બનાવટી પણ હાથીથી બીઉં છું.”
રાજાને એથી ગુસ્સે આવ્યો. એથી રાજાએ તેણીને માત્ર કેમળ એવા કમળનાળથી જ ફટકે માર્યો. ત્યાં તે એ રાણું જાણે એટલા પણ મારને નહિ ખમી શકવાથી મૂછને પામી હેય, તેમ જમીન ઉપર પડી ગઈ. એ પડી ગઈ એમ નહિ, પણ એણે જાણી જોઈને પછાડ ખાધી.
રાજા તરત જ દંભને કળી ગયે અને મનમાં સમજી ગયો કે-આ જ તે રાણી છે, કે જે રાણી વિષે પેલો ડો. મને કહી ગયે.” આમ છતાં પણ, વધુ ખાત્રી કરવાને માટે, રાજાએ એ રાણીની પીઠને તપાસી જોઈ તો સાંકળના પ્રહારોના સેળ પડેલા જોયા.
હવે રાજાના ગુસ્સાને પાર રહે? રાજાએ ત્યાં ને ત્યાં જ એ રાણીને કહ્યું કે “મદેન્મત્ત હાથીની સાથે કીડા કરતાં ભય પામતી નથી અને આ લાકડાના હાથીથી ભય પામે છે? લેખંડની સાંકળના પ્રહારથી હર્ષ પામે છે અને કમળનાળના પ્રહારથી મૂછ પામે છે?” સારે રાજા કે હેય?
રાણુને ખ્યાલ આપવાને માટે, આટલું કહેવું બસ હતું. રાણું પણ સમજી ગઈ.
આટલું કહીને, રાજા સીધો જ વૈભારગિરિએ ગયો. ત્યાં