________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૪૫ અને તે ય એવી આવી ગઈ કે સાત સાત દિવસ સુધી તે ઘર્યા કર્યું, તે તેનું કારણ શું?”
ડેસે મુંઝાયો કે “કહેવું શું?” ખરી વાત રાજાને કહેવાય શી રીતિએ, એની ડોસાને મુંઝવણ હતી.
રાજા એની આ મુંઝવણને સમજી ગયે. રાજાએ કહ્યું કે- તું કઈ વાતે મુંઝા નહિ. જે હકીકત હોય, તે તું કહી દે. તું ગમે તેવી ખરાબ પણ સાચી હકીકત કહીશ, તે હું તને કાંઈ જ નહિ કરું. તને અભય વચન આપું છું.” - હવે ડેસે સ્વસ્થ થશે. એણે સાત રાત પહેલાં જે જોયું હતું, જાણ્યું હતું અને વિચાર્યું હતું, તે સઘળું ય તેણે રાજાને યથાત કહી સંભળાવ્યું. તેણે જે રાણી, હાથી અને મહાવતની હકીક્ત કહી, તેમાં રાજાને જરા પણ શંકા પડી નહિ. આથી રાજાએ તેને ઈનામ આપીને વિદાય કર્યો. રાજાની પરીક્ષા અને ખાત્રીઃ
ડોસાને વિદાય કર્યા પછીથી, રાજા વિચાર કરવા લાગ્યો કે બધી રાણીઓમાં ક્યી રાણી દુરશીલા છે, તેને નિર્ણય પહેલાં જ કરી લેવું જોઈએ, તે એ માટે શું ઉપાય કરે?”
વિચાર કરતે કરતે, રાજાએ ઉપાય શોધી કાઢ્યો. રાજાએ લાકડાને એક બનાવટી હાથી બનાવરાવ્યો. એ હાથીને પિતાના અન્તઃપુરમાં ગોઠવીને, રાજાએ બધી રાણીઓને ત્યાં બેલાવી. પછી બધી રાણીઓને આજ્ઞા કરી કે–આજે રાતના મેં એક સ્વપ્ન જોયું છે. તેને મારે નિર્ણય કરે છે. માટે તમે બધાં તમારાં બધાંય વસ્ત્રોને કાઢી નાખીને, એક પછી એક, આ હાથી ઉપર ચઢી જાઓ !”