________________
३४४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ્યારથી રાણી ગઈ, ત્યારથી તે રાણી પાછી આવી ગઈ ત્યાં સુધીનું બધું ય એણે જોયું અને સાંભળ્યું. એને થયું કેરાજાની રાણીએ, કે જેમને જેવાને સૂર્યનું કિરણ પણ સમર્થ નિવડી શકતું નથી, તેમના શીલનો ભંગ પણ જો આવી રીતિએ થાય છે, તો પછી સામાન્ય ઘરની સ્ત્રીઓના શીલને જે ભંગ થાય, તો એમાં આશ્ચર્ય પણ શું છે ?”
તેને આ વિચાર આવતાની સાથે જ, તેને ચિન્તાને બેજ એકદમ હલકે થઈ ગયે. એના મનને નિરાંત થઈ ગઈ. આથી, તે જે જરાક આડે પડખે પડ્યો કે તરત જ તેને ઉંઘ આવી ગઈ. એ એવો ઘસઘસાટ ઉંઘવા માંડ્યો કે–સવાર થઈ તે ય તે ભાગ્યે જ નહિ.
રાજાની પાસે જઈને જ્યારે બીજા નેકરેએ આ વાત કહી, ત્યારે રાજા સમજી ગયો કે-“જરૂર, આ વાતમાં કાંઈક ભેદ છે.” આથી રાજાએ નેકરને કહ્યું કે-“જ્યાં સુધી એ ઉંઘે ત્યાં સુધી એને ઉંઘવા દે. જ્યારે એ જાગે, ત્યારે તમે એને મારી પાસે લઈ લાવજે.” સાએ રાજાને બનેલી હકીકત કહીઃ
ચિન્તામાં ને ચિન્તામાં, ડેસે મહિનાઓ સુધી ઉઘેલ નહિ. એમાં ચિન્તા ટળી ને મનને નિરાંત વળી, એટલે એને ઉંઘ તો એવી આવી ગઈ કે–સાત દિવસ સુધી તેણે ઉંધ્યા જ કર્યું. આઠમે દહાડે જ્યારે તે જાગે, ત્યારે નેકરે તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે- જે નિદ્રા તારી પાસે મહિનાઓ થયાં આવી નહતી, તે નિદ્રા તને રાજમહેલમાં આવતાની સાથે પહેલે જ દિવસે આવી ગઈ