________________
૩૪૨
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાના
સહનશીલતા કે વિષયલાલસા ?
રાણીની એક દાસી કરતાં પણ ભૂંડી હાલત છે ને ? મહાવત એટલે તેા દાસ ને ? પણ રાણીએ દાસને દેવ મનાવ્યે, તે એનું ફળ અને ભાગવવું જ પડે ને ? કામાધીનતાથી તેા, દાસને દેત્ર બનાવીને, દાસનો માર પણ ખાવા પડે. કામાધીનોને કેવી કેવી ગુલામી કરવી પડે છે ? આવી વાતને વધારે વિસ્તારથી કહેવા કરતાં, તમે આટલા સૂચનમાં સમજી જાવ, એ વધારે સારૂં છે. તમે જો તમારાં આચરણાની શાન્તભાવે વિવેકપૂર્વક આલેાચના કરનારા બની જાવ, તા સંસાર તા એવા છે કેતમને ઘડીભરને માટે પણ આ સંસારમાં રહેવું ગમે નહિ. તમે જે ઘણું સહન કરી શકે છે, તે તમે સહનશીલ છે માટે નહિ, પણ તમે વિષય-કષાયના આવેશમાં છે માટે ! તમારામાં જે ખરેખર જ સહનશીલતાનો ગુણ હોત, તેા ધર્મસ્થાનોમાં એ ગુણ જરૂર દેખાઈ આવત અને સંસારી સ્થાનો કરતાં વિશેષ પ્રમાણમાં દેખાઈ આવત. પણ આજે શેઠનું સહન કરનારો ય ગુરૂનું સહન કરી શકતા નથી. રોટી રળવાને માટે ભારે કષ્ટો વેડનારા, ધર્મક્રિયાના સામાન્ય કષ્ટમાં પણ થાકી જાય છે. પ્રતિક્રમણમાં જ્યાં ઉભા રહેવાનું હોય ત્યાં ઉભા રહીને, જ્યાં ઉભા પગે બેસવાનું હોય ત્યાં ઉભા પગે બેસીને અને જ્યાં ખમાસમણાં દેવાનાં હેાય ત્યાં પાંચેય અંગેા મળે તેવી રીતિએ ખમાસમણાં દેવાપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરનારા કેટલા ? ભગવાનનાં દર્શન અને ભગવાનનું પૂજન વિનયપૂર્વક કરનારા કેટલા ? ભગવાન સમક્ષ કે ગુરૂ સમક્ષ, અવસરે મર્યાદા જાળવનારા કેટલા ? સાધર્મિક ભાઇઓના