________________
૩૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને રાજ્યશાસન દ્વારા ભારતીય સંસ્કૃતિનું કેવું અધ:પતન થઈ રહ્યું છે, તે બતાવવું પડે તેમ નથી; કારણ કે-એવાં ઉદાહરણે, આજે તે, ડગલે ને પગલે જડી આવે છે. હાથીને પર્વતના શિખરે ચઢાવીને પડતું મૂકાવવાની
- રાજાની આજ્ઞા રાજાએ, પેલી રાણીને પણ હાથી ઉપર ચઢાવરાવી અને મહાવતની સાથે બેસાડી. પછી મહાવતને આજ્ઞા કરી કે
પહેલાં હાથીને આ પર્વતના શિખર ચઢાવ અને તે પછી હાથી પાસે પડતું મૂકાવ, કે જેથી હાથીની સાથે સાથે તમે બને પણ કચડાઈ મરે.”
રાજાની આજ્ઞા મુજબ, મહાવતે પટ્ટહસ્તિને પર્વતના શિખર ઉપર ચઢાવ્યું. મહાવતે હાથીને એટલે બધે કેળવ્યો હતો કે–તે હાથી મહાવતને અને રાણીને લઈને પર્વતના શિખર ઉપર ચઢી ગયો.
શિખર ઉપર પહોંચી ગયા બાદ, મહાવતે, હાથીના એક પગને બહાર કઢાવ્યું અને ત્રણ પગે હાથીને સ્થિર રાખ્યો.
નગરજને તો, એ દશ્યને જોઈને અચંબે જ પામ્યા. છેક શિખર ઉપર, એક પગને બહાર કાઢીને ત્રણ પગે હાથી સ્થિર ઉભું રહે, એ સામાન્ય વાત છે ? નગરજનેએ તે, હા-હાકાર કરી મૂકીને રાજાને કહ્યું કે-“રાજન ! આપ જેમ રાજાઓમાં રત્ન સમાન છે, તેમ આ હાથી પણ હાથીઓમાં રત્ન સમાન છે. વળી, આ તો પશુ છે, એટલે આજ્ઞા મુજબ કાર્ય કરનાર છે, માટે આને નાશ કરવો એ ઉચિત નથી.”
રાજાએ લોકોની એ વાતને સાંભળી ખરી, પણ ન