________________
૩૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કેળવ્યું કેળવાય છે. કેળવણીને લીધે, હાથી જેવું વજનદાર પ્રાણી પણ જે એક પગે ખડા રહેવાની તાકાત મેળવી શકે છે, તો તમે તે માણસ છે. તમારા દિલમાં એ વાત વસી જવી જોઈએ કે-મુનિપણા વિના નિસ્તાર નથી અને મારે વહેલામાં વહેલી તકે મુનિપણને પામવું છે. શારીરિક નબળાઈ પણ ન જ હોઈ શકે-એમ નહિ, પરંતુ આજે ઘણાઓ તો ખાલી બહાના તરીકે અને પિતાની બેદરકારીને છૂપાવવાને માટે એવી વાત કરે છે, માટે આ સૂચન કર્યું. કય અન્તરાય કરનાર હોઈ શકે છતાં ય મૂનિપણાની
ભાવનાને વેગ આપ્યા કરે : પ્રન મુનિપણાને પામવાની તીવ્ર ભાવના હોવા છતાં પણ ધર્મમાં ઝટ પ્રવૃત્તિ થઈ શકતી નથી, જ્યારે સંસારની ભાવના એટલી જોરદાર ન હોય તો પણ તેમાં ઝટ પ્રવૃત્તિ થાય છે, તો તેનું કોઈ કારણ તો હશે ને?
જે આ વાત સમજપૂર્વકની અને પ્રમાણિકપણાથી પણ સહિત હોય, તો કહેવું જોઈએ કે-એ પણ બનવાજોગ છે. એનું કારણ એ છે કે-સંસારની ભાવનાને વેગ આપે, તેને અનુસાર પ્રવૃત્તિ કરાવે, એવાં કર્મો આત્માને વળગેલાં છે. ત્યાં કર્મો જેમ સહાયક બને છે, તેમ મોક્ષની સાધનામાં કર્મો અન્તરાય કરનારાં પણ બને છે. મોક્ષની સાધના, ક્ષયપશમની સાથે જ્યારે આત્માના પુરૂષાર્થનો યુગ થાય છે ત્યારે થઈ શકે છે અને આત્માને પુરૂષાર્થ કરવામાં ઉત્સાહિત બનતાં અટકાવે અને આત્માના પુરૂષાર્થને તોડી પાડવાને માટે મથે, એ ય કર્મોદય હોઈ શકે છે. આથી, સંસારની