________________
૩૫
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન લક્ષ્યવાળો હોય, તો તેને બાકીના ત્રણેય અનુગે પણ આવી મળ્યા વિના રહે નહિ. વળી, ચારપગું પ્રાણી એક પગે કેટલીક વાર ઉભું રહી શકે? બહુ થોડી વાર. એમાં જે એને આધાર ન મળે, તે એ ગબડી પડે. તેમ ચરણ-કરણાનુગની આ પ્રકારે પ્રધાનતા ખરી, પરંતુ શેષ અનુયોગ તરફ દુર્લક્ષ્ય તો નહિ જ હોવું જોઈએ. સારું લક્ષ્ય હોય તે ચરણ-કરણાનુયોગ પરમ ઉપકારક :
ચરણ—કરણાનુગની સફલતા પણ, જીવ દ્રવ્યની શુદ્ધિમાં જ રહેલી છે. જે ચરણ-કરણાનુગ, જીવ દ્રવ્યની મલિનતાને નાશક અને જીવ દ્રવ્યની શુદ્ધિને સાધક ન હોય, તે ચરણ-કરણાનુગ, એ વાસ્તવિક પ્રકારને ચરણ—કરણનુગ જ નથી. એમ તે અભવ્ય અને દુર્ભએ પણ ચારિત્રાચારેનું પાલન ઘણું કર્યું છે, છતાં પણ તેમને સંસાર એથી છેદા નથી. મેરૂ પર્વત જેવડે ઢગલો થાય, એટલા ઘા હાથમાં આવ્યા અને ગયા, એવું સાંભળ્યું છે ને ? એવું શાથી બન્યું હશે? ત્યાંહેચે વિપરીત ભાવ બેઠેલો જ. માત્ર વિપરીત ભાવ બેઠેલો-એમ જ નહિ, પણ એને આગ્રહ પણ બેઠેલો. જ્યાં વિપરીત ભાવ રૂપ ઝેર હૈયે પડ્યું હોય, ત્યાં ચરણ—કરણાનુગ ગમે તેટલો સમર્થ હોવા છતાં પણ કરે શું? છેવટ વિપરીત ભાવને જે આગ્રહ ન હોય અને જે કઈ સમજાવનાર મળે તો વિપરીત ભાવને તજતાં વાર લાગે તેમ ન હોય, તો ય ચરણ-કરણાનુગ ફાયદો કરે. એટલે ચરણ-કરણનગની આ જે મહત્તા વર્ણવાય છે, તે જીવના સારા લક્ષ્યની અપેક્ષાથી જ વર્ણવાય છે. જેનું લક્ષ્ય ખરાબ