________________
૩૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
થવા દેશે, તે તે આપને અવિવેક જ ગણાશે. એ અવિવેકથી આપને એ અપયશ મળશે, કે જે અપયશને આપ સહન કરી શકશે નહિ. આથી, હજુ પણ આપ કાર્યાકાર્યને વિચાર કરીને, આ હાથીને પડતે અને અકાળે મરતે. બચાવી લો. છેવટ કાંઈ નહિ, તે અમારા ઉપરની મહેરબાનીને ખાતર પણ આપ આટલું કરે !” એક પગે ઉભા રહેવાની આવડતના યોગે મળેલું અભયદાનઃ
રાજા સમજી ગયો. રાજાએ લેકેને કહ્યું કે-“ભલે, તેમ થાઓ. તમે મારા કહેવાથી મહાવતને કહે કે-હાથીનું રક્ષણ કરી શકાય તેમ હોય તે તે રક્ષણ કરે !”
તરત જ લોકેએ મહાવતને પૂછયું કે–“હે મહાવતશ્રેણ!' એક પગે ઉભેલા હાથીની પાસે, બાકીના ત્રણેય પગેને શિખર ઉપર મૂકાવીને, હાથીને સહીસલામત પાછે નીચે ઉતારવાનું તારામાં સામર્થ્ય છે?”
મહાવતે એ તકને લાભ લઈને કહ્યું કે–“રાજા જે અમને બનેને અભયદાન આપતા હોય, તે આ હાથીને હું ક્ષેમકુશળ નીચે ઉતારૂં.'
લેકે એ પાછી રાજાને વિનંતિ કરી. લોકેના કહેવાથી, રાજાએ મહાવતને અને રાણુને અભયદાન આપ્યું.
રાજાએ અભયદાન આપતાંની સાથે જ, મહાવતે એ હાથીને કુશળતાપૂર્વક પર્વતના શિખર ઉપરથી છેક નીચે જમીન ઉપર ઉતાર્યો. પછી હાથીને ઉભે રાખીને, મહાવત અને રાણી, હાથી ઉપરથી નીચે ઉતરી ગયાં.
રાજાએ તેમને કહ્યું કે-“તમને મેં અભયદાન આપ્યું