________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના એ મુનીશ્વરે કેમ વધાવી લીધી હશે? વેદનાને વેદના નહિ માનતાં, કર્મ છેદના માની માટે! એમને મુમુક્ષુભાવ એટલો બધે જોરદાર હતો કે-કર્મ છેદના થતી હોય, તો એમને એમની કારમી પણ વેદને લીલાવત્ પ્રિય લાગતી હતી. એથી જ, જીવતાં ચામડી ઉતારનારાઓને પણ એ મહામુનિએ કહ્યું કે– ભાઈ થકી પણ ભલેરા તમે!” આપણું ઉપર કઈ એ અત્યાચાર કરે, આપણને તે કેવા ભૂંડા લાગે? પણ એ મહામુનિને એ અત્યાચારીએ ય ભાઈ કરતાં પણ વધારે ભલું કરનારા લાગ્યા. એટલે, વસ્તુતઃ મેક્ષ આપણાથી છેટે છે એમ કહેવું, એને બદલે મોક્ષની સાધના આપણાથી છેટે છે-એમ કહેવું એ વધારે સારું છે, કારણ કે-મુમુક્ષુભાવ સંબંધી ખામી છે. આથી, મેક્ષના અથ આત્માઓએ, પિતાના મુમુક્ષુભાવને ખૂબ ખૂબ ઉત્તેજિત બનાવવાનો પ્રયત્ન કર્યા જ કરે જોઈએ, કે જેથી સંયમાદિ કષ્ટ રૂપ લાગે નહિ, પણ સુખ રૂપ લાગે. મહાવતે રાણીને મારવા માંડી :
આ રાજાની રાણી, કામવાસનાને આધીન બનીને, કોઈ ઓછું કષ્ટ ભગવતી નહતી. એ રાત્રે હાથીએ રાણીને જેવી જમીન ઉપર ઉતારી, કે તરત જ મહાવતે તેણીને, હાથીને બાંધવાની જે લોઢાની સાંકળ, તેનાથી મારવા માંડી, કારણ કે–રાણુને આજે મોડું થઈ ગયું હતું અને મેં થઈ જતાં મહાવત ગુસ્સાથી વ્યાપ્ત બની ગયું હતું. ગુસ્સામાં આવેલો મહાવત, “આવવામાં મેવું કેમ થયું?”—એવું પૂછવાને પણ થભ્યા વિના, રાણીને મારવા મંડ્યો.