________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
ગઈ. ‘આવી દુઃશીલા પુત્રવધૂથી મારા ઘરનું શું થશે ?–એની પણ અને ચિન્તા થવા લાગી. ચિન્તામાં ને ચિન્તામાં, તેને દિવસે અગર રાત્રે પણ ઝાકું સરખું ય આવતું નહિ.
ડાસા આમ નિદ્રારહિત બની જવાથી, એ ડોસાને રાજાની નાકરી અનાયાસે મળી ગઈ. રાજાએ જોયું કે– અન્તઃપુરના રક્ષક, તરીકે આ બહુ ઉપયાગી માણસ છે. ’ આથી તે ડોસાને રાજાએ મનમાન્યા પગાર આપવાનું ઠરાવીને અન્તઃપુરના રક્ષક તરીકે નિયુક્ત કર્યાં.
૩૩૯
રાજાની એક કુલટા રાણીનું ચિરત :
રાજાની ઘણી રાણીઓમાંની એક રાણી કુલટા હતી. આ રક્ષક, એ રાણીના ભક્ષક બન્યા. એ રાણી વારંવાર જોયા કરતી હતી કે નવા આવેલા રક્ષક સુતા કે નહિ ?’
એમ, એકની એક રાણી વારંવાર પોતાને જોયા કરતી હાવાથી, ડાસાને વહેમ પડયો. ‘આ રાણી મને વારંવાર કેમ જોયા કરે છે?’–એવી શંકાનું નિવારણ કરવાને માટે, ડોસાએ સુવાના ઢાંગ કર્યાં.
પેલી રાણીને જ્યાં લાગ્યું કે–ડાસા સુઈ ગયા, એટલે એ ઝટ બહાર નીકળી અને ‘ડાસા ભરનિદ્રામાં પોઢી ગયા છે કે નહિ’–તેની ખાત્રી કરી ગઈ. તેણીને લાગ્યું કે–ડાસા હવે ભરનિદ્રામાં છે, એટલે તે ધીમે પગલે ગવાક્ષ પાસે ગઈ. ત્યાં જઇને તેણીએ લાકડાનું જે એક ચાંત્રિક પાટીયું હતું, તે ખસેડી નાખ્યું. નીચે રાજાના પટ્ટસ્તિ ઉભા હતા. એ પટ્ટહસ્તિએ તેણીને રાજના કાર્યક્રમ મુજબ પેાતાની સૂંઢથી પકડીને નીચે જમીન ઉપર ઉતારી દીધી.