________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૩૫
તે ધાંધલ થાય. એથી ઘરની આબરૂ જાય અને ડેસો કદાચ જીવથી પણ જાય. હવે અત્યારે તે કાંઈ જ ન બેલે, તે સવારે જ્યારે એ પોતાના પુત્રને વાત કરે, ત્યારે એ માને. શી રીતિએ? આથી, સાબીતી રાખવાને માટે ડોસાએ દુર્ગિલાના એક પગમાંનું નુપૂર કાઢી લેવાનો વિચાર કર્યો. ડોસાએ દુગિલાના પગમાંથી ઝાંઝર તો કહ્યું, પણ દુર્ગિલા જાગી ગઈ દુળિલાએ અજમાવેલે દાવ:
ડેસે જે ઘરમાં ગયે, કે તરત જ દુગિલાએ પિલા જુવાનને જગાડ્યો અને રવાના કરી દીધું. “મારે સાસરે જઈ ગયો છે, માટે તું અવસરે મને મદદ કરજે.”—એમ પણ એને કહ્યું. પછી દુર્ગિલા ઘરમાં આવીને પતિની પાસે સુઈ ગઈ. ધીરે રહીને તેણીએ પિતાના પતિને જગાડ્યો અને કહ્યું કે
અહીં બહુ બાફ થાય છે, તે વાડીમાં ચાલે.” ' એમ કહીને તે દેવદિનની સાથે વાડીમાં ગઈ અને જે સ્થલે પહેલાં પેલો જુવાન સુતે હતો, ત્યાં જ દેવદિનને, સુવાડીને પિત પાસે સુઈ ગઈ. આલિંગનાદિથી દેવદિનને ખૂશ કરીને તેણીએ ઉંઘાડી દીધો. - જ્યાં શેડી વાર થઈ એટલે તેણુએ દેવદિનને પુનઃ જગાડ્યો. દેવદિનને જગાડીને તેણીએ કહ્યું કે “તમારા. ઘરમાં આ વિચિત્ર રિવાજ છે કે-જ્યાં દીકરે તેની વહુની સાથે સુતે હોય, ત્યાં પિતા આવે, વહુને અડે અને વહુના પગમાંથી ઝાંઝર કાઢી જાય? જૂઓ તો ખરા, તમારા પિતા અહીં હું અર્ધનગ્નાવસ્થામાં સુતેલી છું, તમે પણ પાસે સુતા છે, છતાં આવીને મારા પગનું નુપૂર કાઢી ગયા!”