________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૨૭
કેઈ ઉદ્ધત પગલું ભર્યું નહિ. એટલામાં, એને, નામે પણ સુબુદ્ધિ અને ગુણે પણ સુબુદ્ધિ એ મસ્ત્રી મળી ગયું. પેલા રાજપુત્રે સુબુદ્ધિ મંત્રીની પાસે પિતાને મનેભાવ પ્રગટ કર્યો.
સુબુદ્ધિ મંત્રીએ, એ રાજપુત્રને કહ્યું કે-આપ બીસ્કુલ ચિન્તા કરે નહિ. આપને જ ચારેય ખાણમાં પ્રધાન ખાણ મળી ગઈ છે. જે આપ ધીરજ રાખશે અને જે આપધારશો તે લોઢાના ભાવ આપ ચાંદી, સેના કે હીરાથી તેલીને પણ લઈ શકશે અને તે આપને મળી શકશે.”
રાજપુત્રે પૂછ્યું કે-એવું કેમ બને?” - સુબુદ્ધિ મંત્રીએ કહ્યું કે “ના શું બને? રત્નને કે ચાંદીને ખાણમાંથી કાઢવાને માટે, લોઢાની જરૂર પડ્યા વિના રહેવાની છે ખરી? ખાણને ખોદવાને માટે તે લેઢાના જ કંશ, કેદાળા ને પાવડા વિગેરે જોઇશે ને ? ત્યારે આ રાજ્યપ્રદેશમાં જેટલું લેખંડ છે, તે સર્વ ઉપરને અધિકાર છે, રાજાએ માત્ર આપને જ આપેલ છે. જ્યારે એમને રત્નની, સેનાની, કે રૂપાની જરૂર પડશે, ત્યારે એમને આપની પાસે આવ્યે જ છૂટકે છે. એ વખતે એમને આપનું મેં માગ્યું મૂલ્ય આપવું પડશે, આપ તેમને લોઢું આપવાની ના પાડશે, તે તેમને રત્નાદિકે તેલીને પણ આપની પાસેથી લોઢું લઈ જ જવું પડશે, કારણ કે આપની પાસેથી લોટું લીધા વિના, એ બધા પિતાપિતાની ખાણને ખેદી શકશે નહિ; ખાણને ખેદી શકશે નહિ, એટલે રત્નાદિકને મેળવી શકશે નહિ; અને એમ રત્નાદિકને મેળવી નહિ શકે, એટલે છતી ખાણોએ પણ તેમને નિર્વાહ થઈ શકશે નહિ. તેમને પોતપોતાની ખાણથી નિર્વાહ કરવાને માટે, તમારી ખાણને આશરો લીધે જ છૂટકે છે.