________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
એક રાજાના રાજ્યપ્રદેશમાં ચાર પ્રકારની ખાણે। હતી. એક રત્નની ખાણુ હતી, બીજી સેનાની ખાણુ હતી, ત્રીજી રૂપાની ખાણ હતી અને ચેાથી લેાઢાની ખાણુ હતી.
એ રાજાને ચાર પુત્રા હતા, એટલે એ રાજાએ રાજ્યની જે હાથી વિગેરે સામગ્રી હતી, તેના ભાગ પાડી આપવાની સાથે, પેાતાના દરેક પુત્રને એક એક ખાણ પણુ આપી.
૩૨૬
રાજાએ આ પ્રમાણે વહેંચણી કરી, એટલે જેને લેાઢાની ખાણ મળી હતી, તેને તેા ખૂબ જ ખાટું લાગી ગયું. એને લાગ્યું કે-પિતાએ મને લેાઢાની ખાણ આપીને, મારૂં અપમાન જ કર્યું છે.'
એ છેાકરાને તેા એમ લાગ્યું, પણ હવે તમે કહેા કેતમારા શે। મત છે?
પ્રશ્ન॰ પિતાએ જે આપ્યું તે ખરૂં, પણ લાગે તે ખરૂં કે—હલકામાં હલકી ચીજ મને આપી !
તમે પણ લાંબી દૃષ્ટિએ વિચારી શકયા નહિ. જેને લેાઢાની ખાણ આપી હતી, તેને રાજાએ એ ખાણને સૌથી સારી જાણીને જ આપી હતી. રાજા બહુ બુદ્ધિશાલી હતા, માટે એણે પોતાના વહાલામાં વહાલા દીકરાને એ ખાણ આપી હતી. કાઈ છેકરા એની ઇર્ષ્યા કરે નહિ અને ફાઈ પણ છેકરાને એના વિના ચાલે જ નહિ–એવી બુદ્ધિમત્તાને વાપરીને, રાજાએ પેાતાના સર્વશ્રી વિશેષ પ્રિય પુત્રને એ ખાણ આપી હતી. પણ જેને એને પરમાર્થ સમજાય નહિ, તે મુંઝાય અને એથી તેને લાગી આવે તે સ્વાભાવિક છે.
પેલા રાજપુત્રને ઘણું લાગી આવ્યું અને એથી તે ચિન્તામગ્નેય અની ગયા, પણ કુળવાન હોવાથી એણે બીજું