________________
૩૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
બનવું એ જરૂરી છે અને કર્મોની સુન્દર નિર્જરા ચારિત્રથી થાય છે; માટે ધર્મકથાનું શ્રવણ જો ચારિત્રના ભાવને પેદા કરે અથવા તેા ચારિત્રને પમાડે, તેા જ સફલ બન્યું કહેવાય ને ? તમે આ વાત માને છે, એટલે ધર્મકથાનુયાગ એ ચરણકરણાનુયાગના હેતુ છે એ વાત પણ તમે માની જ લીધી, એમ નક્કી થયું. હવે ગણિતાનુયોગ લેા. દીક્ષા આપવી, વડી દીક્ષા આપવી, એ વિગેરે કાર્યો શુભ વાર, શુભ તિથિ, શુભ નક્ષત્ર, શુભ મુહૂર્ત અને શુભ યાગ આદિમાં કરાય છે. દીક્ષાપ્રદાનાદિ શુભ કાર્યો, શા માટે શુભ વાર અને શુભ તિથિ આદિમાં કરાય છે ? કાલનું શુભપણું પણ ચારિત્રના પાલનમાં અને ચારિત્રની અભિવૃદ્ધિમાં કારણ બની શકે છે, એમ જ્ઞાનિએએ જોયું છે—એ માટે જ ને ? હવે જે દીક્ષાદિક શુભ કાર્યો જ ન કરવાનાં હાય, તા શુભ કાલની ગણત્રીની મહત્તા પણ શી છે ? માટે ગણિતાનુયાગ પણ ચરણુ કરણાનુયાગના હેતુ છે—એમ નક્કી થયું. દ્રવ્યાનુયાગ, એ આ બે અનુયાગાના કરતાં જૂદી જ રીતિએ ચરણકરણાનુયાગના હેતુ અને છે. દ્રવ્યાનુયાગ, એ આત્માના સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિના તથા સમ્યગ્દર્શન ગુણની શુદ્ધિને હેતુ અને છે. દ્રવ્યાનુયાગને જાણ્યા, પણ સમ્યગ્દર્શનનું પ્રગટીકરણ ન થયું, તા માનેા કે—એણે દ્રવ્યાનુયાગને સાચા સ્વરૂપમાં જાણ્યા જ નથી. દ્રવ્યેાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જ,સમ્યગ્દર્શન વિના સંભવતું નથી. અને દ્રબ્યાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેમ જેમ વધે છે, તેમ તેમ આત્માના સમ્યગ્દર્શન ગુણની નિર્મલતા થયા વિના રહેતી નથી. દ્રવ્યાનુયાગનું જ્ઞાન, તત્ત્વાના યથાસ્થિત અર્થની જે શ્રદ્ધા હાય છે, તેને નિર્મલ એવી રીતિએ મનાવે છે કે-એ જ્ઞાન તત્ત્વાના યથાવસ્થિત સ્વરૂપને