________________
૩૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
વાચે કે સાંભળે નહિ. એમાં ય, પાછા કથારસથી સંભળાયવંચાય, એટલે કથાના પ્રસંગે ઉપર જે જે વિચારણાઓ થવી જોઈએ, તે તે વિચારણાઓ થાય નહિ. વિચારણાઓ ન થાય, એટલે ભિન્ન ભિન્ન પ્રસંગોને જે ભિન્ન ભિન્ન પરમાર્થ, તે લક્ષ્યમાં આવે નહિ. આથી યાદ રહે તે ય મોટા મોટા પ્રસંગે યાદ રહે, પણ બીજું ઘણું ભૂલાઈ જાય. જે યાદ રહે, તેમાં પણ કેટલીક વાર જીવને પિતાને જે વિષય-કષાયને રસ, તે પ્રધાન હોય છે જે પ્રસંગે એવા રસથી ભરેલા લાગે તે પ્રસંગ યાદ રહે એવું પણ કઈ કઈ જીવને માટે બને. ઉદાહરણ અથવા કથા–એમાં અક્ષરે ઘણા અને અર્થ ડે; પણ એ શેડા અર્થને જે કેળવતાં આવડે, તો એમાંથી મહા અર્થને પણ પામી શકાય. વળી, શુભ ધ્યાનમાં પ્રવેશ કરવાને માટે, બાલ જેને માટે તે, કથાપ્રસંગેનું આલમ્બન ઘણું જ ઉપકારક નિવડે છે. કથાના પ્રસંગના અર્થને વિચારતાં, પિતાના સ્વરૂપને વિચાર કરવા માંડે, તે એમાંથી પણ શુભ ધ્યાન જન્મ ને શુકલ ધ્યાનને પણ એ દ્વારાએ પામી શકાય. નુપૂર-પડિતાના પ્રસંગ સાથે સંબંધ
એક પગે ઉભા રહેવાની આવડત સંબંધી હાથીને જે પ્રસંગ છે, તે નુપૂર-પંડિતા તરીકે ખ્યાત થયેલી સ્ત્રીના ચરિત્રની સાથે એ સંકળાએલો છે કે-જે એ સ્ત્રીને પ્રસંગ જે ઉદ્દભળે તે ઉદભવ્યું ન હોત, તો હાથીની એક પગે ઉભા રહેવાની આવડત લેકેને જે જેવાને અને જાણવાને મળી, તે જોવાનું અને જાણવાને મળતા નહિ, કારણ કે–એ પ્રસંગ જ ઉદ્દભવવા પામત નહિ. એટલે નુપૂર–પંડિતાના ચરિત્રને ટૂંકમાં