________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૩૧ ધર્મકથાનુયોગ પણ મળે, તો પણ જીવ લઘુકમ બન્યું ન હેય, તો ચરણ-કરણ કરે શું? એને જ કહેવાય કે-જીવને લઘુકમી બન્યા પછી તે ચરણ—કરણનું જ આલંબન લેવું પડશે ને? આ ઉપરાન્ત, ચરણ-કરણ તો લઘુકમિતાનું ય કારણ બને છે, ધર્મકથાનુગની પ્રાપ્તિનું ય કારણ બને છે અને કાલની પરિપકવતામાં ય સહાયક બને છે.” કઈ પણ પ્રકારના દૂષિત ભાવ વિના જ, ચરણ-કરણનગના આધારને, જીવ જ સ્વીકારી લે અને એના જ આધારને વળગી રહે, તે એને નિસ્તાર થયા વિના રહે નહિ. એનું લક્ષ્ય, ચરણ—કરણને સાધીને રૂપું ને સોનું મેળવવા દ્વારા પણ પરમ પદ રૂપ રત્નને પામવાનું હોવું જોઈએ. એ એક સાચો આધાર, બાકીના ત્રણેયને લાવી દે અને એમ જીવ સર્વ આપત્તિઓથી મુક્ત બનીને સર્વ સંપત્તિઓને સ્વામી બની જાય. કથાપ્રસંગે ય કેમ ભૂલાય છે ?
એક ચરણે ઉભા રહેવાની આવડતે, તે એક હાથીને અકાલ મૃત્યુથી ઉગારી લીધું અને એના જ પ્રતાપે બે માનવજી પણ અકાલ મરણની આપત્તિમાંથી ઉગરી ગયા. નુપૂર–પંડિતાનું ઉદાહરણ, કે જે ઘણું જાણીતું છે, તેમાં આ વાત આવે છે.
તમને આ વાતને ખ્યાલ છે? જેમણે નુપૂર–પંડિતાના ઉદાહરણને સાંભળ્યું કે વાંચ્યું હોય, તેમાંના ઘણાઓને પણ આ વાતને ખ્યાલ નહિ હોય. આવું કેમ બને છે, એ જાણે છે? મૂળમાંથી જ ખામી હોય છે. જ્યારે સાંભળે કે વાંચે, ત્યારે જે ધ્યાનથી સાંભળવું કે વાંચવું જોઈએ, તે ધ્યાનથી