________________
૩૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. તમારી ખાણને આશ્રય મળે, તે જ એમની ખાણની કિમત છે. તમારી ખાણને આશ્રય ન મળે, તો એમની ખાણ કિંમતી છતાં પણ, એમનું કાંઈ જ સાર્થક કરી શકે તેમ નથી. એમને તે છતે ધાન્ય ભૂખે મરવા જેવું જ થાય.”
સુબુદ્ધિ મંત્રીએ આ પ્રમાણે કહ્યું, એટલે એ રાજપુત્ર સમજી ગયે, રાજી રાજી થઈ ગયો અને પિતાના પિતાને માટે એને જે જે ખરાબ વિચાર આવ્યા હતા, તે બધા બદલ પશ્ચાત્તાપ કરવાની સાથે તે એમને ઉપકાર માનવા લાગે.
આ વાતને સંબંધ એ છે કે-દ્રવ્યાનુયોગ એ રત્નોની ખાણ સમાન છે, ગણિતાનુગ એ સોનાની ખાણ સમાને છે, ધર્મકથાનુયોગ એ રૂપાની ખાણ સમાન છે અને ચરણ– કરણાનુગ એ લોઢાની ખાણ સમાન છે. તેઢાની ખાણ જે ચરણ-કરણાનુગ પણ, રત્નાદિકની ખાણે સમાન બાકીના ત્રણેય અનુયોગોને માટે, આધારભૂત છે. શાથી? ચરણ-કરણાનુગની પ્રવૃત્તિ વિના બીજા કોઈ પણ અનુયેગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. કેમ બીજા અનુયોગોમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી ? સૂત્રવાંચનને માટે, સાધુઓ જ અધિકારી. છે માટે! લાયક બનેલા સાધુઓ જ સૂત્રવાંચન કરી શકે છે. એ સિવાયના સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ તે, ગ્ય બનેલા સાધુઓના શ્રીમુખેથી શ્રવણ કરવા દ્વારાએ, સઘળા અનુગમાં પ્રવૃત્તિવાળા બની શકે છે. એટલે, ચરણ -કરણાનુયેગના બળે જ, શેષ અનુગોના ગ્રહણમાં સમર્થ બની શકાય છે. ચરણ-કરણાનુયેગને આધાર લીધા વિના, બાકીના ત્રણ અનુયેગેના ગ્રહણનું સાચું સામર્થ્ય વાસ્તવિક રીતિએ પ્રાપ્ત થતું નથી.